એપલ મખાના સ્મૂધી
સામગ્રીઃ
- 10-15 નંગ શેકેલા મખાના
- 1/2 નાની વાટકી શીંગદાણા
- 2 ઇલાઇચી
- 3-4 સમારેલી બદામ
- 1 નાની ચમચી - પલાળેલા ચીયા સીડ્સ
- 1 મધ્યમ કદનું સમારેલું સફરજન
- અડધુ સમારેલું કેળું
- 1 કપ દૂધ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 120 કિલો કેલેરી
પ્રોટીનઃ 15 ગ્રામ
પદ્ધતિઃ
- ચીયા સીડ્સ સિવાયની બધી સામગ્રીઓ એક પછી એક ઉમેરીને મિશ્ર કરો અને તેમને સારી રીતે બ્લેન્ડ કરો. સ્મૂધી તૈયાર થઈ જાય ત્યાર પછી ચીયા સીડ્સ ઉમેરો.
- તમારી સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ એપલ મખાના સ્મૂધી તૈયાર છે, તેને કોઇ ચિંતા વિના પીવો.