Humrahi

વેજિટેબલ સ્ટિર ફ્રાય

સામગ્રીઃ

  • 1 મોટી ચમચી તેલ
  • 1 મોટી ચમચી સમારેલું લસણ
  • 1/2 કપ સમારેલું શીમલા મરચું
  • 1/2 કપ સમારેલું ગાજર
  • 1/2 કપ બ્રોકોલીનાં ફૂલ
  • 1/4 કપ ફણસી
  • સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલા કાળા મરી
  • 1 નાની ચમચી રેડ ચિલિ ફ્લેક્સ
  • 1/2 નાની ચમચી લાઇટ સોયા સૉસ

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 150 કિલો કેલેરી
પ્રોટીનઃ 2 ગ્રામ

પદ્ધતિઃ

  • તવો અથવા વોક લો, તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરો અને મધ્યમ તાપ પર તેને ગરમ કરો.
  • તેમાં લસણ ઉમેરો અને તે બદામી રંગનું થાય ત્યાં સુધી સાંતળો.
  • ત્યાર પછી તેમાં સમારેલા શાકભાજી ઉમેરો અને તેમને 3-4 મિનિટ સુધી સાંતળો.
  • ત્યાર પછી તેમાં મીઠું, કાળા મરી, ચિલિ ફ્લેક્સ અને સોયા સૉસ ઉમેરો.
  • બધુ સારી રીતે મિશ્ર કરો અને તેને ફરી 3-4 મિનિટ સુધી ચડવા દો.
  • સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વેજ સ્ટિર ફ્રાય તૈયાર છે.

તમને પણ ગમશે