Humrahi

સ્પિનાચ મુંગ દાલ ઇડલી

સામગ્રીઃ

મગની દાળ - 206 ગ્રામ
પાલક - 7.51 ગ્રામ
તેલ - 8.4 ગ્રામ
મીઠું - 5 ગ્રામ
લાલ મરચું - 0.493 ગ્રામ
બેકિંગ સોડા - 1.25 ગ્રામ

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 314 કિલો કેલેરી
પ્રોટીનઃ 16.28 ગ્રામ

પદ્ધતિઃ

  • પીળી મગની દાળને 5-6 કલાક સુધી પલાળી રાખો. તેને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરીને પ્યોરી બનાવો.
  • પાલકને બ્લાન્ચ કરો અને તેની પ્યોરી બનાવો.
  • બાઉલમાં પાલકની પ્યોરી અને મગની દાળની પ્યોરી લો. તેમાં ઉપર જણાવેલા મસાલા ઉમેરો.
  • જાડી પેસ્ટ બનાવો, પાણી નાખીને ખીરું ઇચ્છા મુજબ પાતળું કરો. ખીરું ચિલ્લાના ખીરા જેવું સાવ પાતળું ન હોવું જોઇએ.
  • ઇડલીનો મોલ્ડ લો, તેમાં તેલ લગાવો. ખીરું રેડતા પહેલા તેમાં બેકિંગ સોડા ઉમેરો.
  • ઇડલીને ધીમા તાપે 12 મિનિટ સુધી બાફી લો.
  • સાંભર અથવા ફુદિનાની ચટણી સાથે ગરમાગરમ પિરસો.

તમને પણ ગમશે