ક્વિનોઆ મશરૂમ સલાડ
સામગ્રીઃ
- બાફેલા ક્વિનોઆ - 30 ગ્રામ
- મશરૂમ - 100 ગ્રામ
- બ્લાન્ચ કરેલી બ્રોકેલી - 20 ગ્રામ
- ગાજર - 10 ગ્રામ
- ડુંગળી - 10 ગ્રામ
- ટામેટું - 10 ગ્રામ
- કેપ્સિકમ - 10 ગ્રામ
- કાકડી - 10 ગ્રામ
- ઓલિવ ઓઇલ - 5 મિલિ
- લીંબુનો રસ - 2 મોટી ચમચી
- ફુદિનાના પાન - 1 મોટી ચમચી
- ચિલિ ફ્લેક્સ - 1/2 નાની ચમચી
- ઓરેગાનો - 1/2 નાની ચમચી
- મીઠું - સ્વાદ અનુસાર
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 222.55 કિલો કેલેરી
પ્રોટીનઃ 10.1 ગ્રામ
પદ્ધતિઃ
- ડ્રેસિંગ માટે, બાઉલમાં દહીં ઓલિવ ઓઇલ, લીંબુનો રસ, મીઠું, ચિલિ ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને તેમને બરાબર મિશ્ર કરો તથા તેને બાજુ પર રાખી મૂકો.
- એક વાસણ લો, તેમાં 1 ચમચી તેલ, લસણ અને મશરૂમ ઉમેરો અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી સાંતળો. તેને એક બાજુ પર રાખી મૂકો.
- એક મોટા બાઉલમાં બાફેલા ક્વિનોઆ, મશરૂમ અને તમામ સમારેલા શાકભાજી તથા ફુદિનાનાં પાન ઉમેરો.
- હવે ક્વિનોઆ બાઉલમાં ડ્રેસિંગ ઉમેરો અને સલાડને બરાબર મિશ્ર કરો.
- તેને સર્વિંગ બાઉલમાં લઈ લો અને તાત્કાલિક પિરસો.