Humrahi

ઓટ્સ મુંગ દાલ ચિલ્લા

Oats Moong Dal Chilla

સામગ્રીઃ

  • મગની દાળ - 1 વાટકી (પીળી)
  • અડદની દાળ - 1/4 વાટકી
  • ઓટ્સ - 1/4 વાટકી
  • લીલું મરચું - 1
  • ઝીણું સમારેલું આદું
  • કોબીજ - 1/2 વાટકી
  • ગાજર - 1/2 વાટકી
  • હળદર પાવડર - 1/4 નાની ચમચી
  • મરચાં પાવડર - 1/4 નાની ચમચી
  • કોથમીરનાં પાંદડા - 2 મોટી ચમચી સમારેલા
  • શેકવા માટે તેલ - 1/4 કપ
  • દાળને પિસવા માટે 1/4થી 1/2 કપ પાણી
  • સ્વાદ અનુસાર મીઠું

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 162 કિલો કેલેરી
પ્રોટીનઃ 7.4 ગ્રામ

પદ્ધતિઃ

  • મગની દાળ અને અળદની દાળને 2 કલાક સુધી પાણીમાં પલાળી રાખો.
  • મિક્સરમાં પલાળેલી દાળ, લીલું મરચું, આદુ અને ઓટ્સ ઉમેરો. તેમને ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે આવશ્યક પ્રમાણે પાણી ઉમેરીને પીસો.
  • પેસ્ટને એક બાઉલમાં ઉમેરો, તેમાં મીઠું, હળદર પાવડર અને મરચાંનો પાવડર ઉમેરો. તેને એક બાજુએ રાખો.
  • બાઉલમાં છીણેલીં કોબીજ, ગાજર અને કોથમીરનાં પાંડદા ઉમેરો. તેમાં મીઠું ઉમેરો અને તેને મિશ્ર કરો.
  • ઢોસાની જેમ નોન-સ્ટિક તવા પર મગની દાળની પેસ્ટ ફેલવો. તેના પર કોબીજનું મિશ્રણ ભભરાવો.
  • આવશ્યક મુજબ તેલ ઉમેરીને પુડાને બંને બાજુથી શેકી લો.
  • સ્વાદિષ્ટ મગની દાળના ચિલ્લા ધાણા-ફુદિનાની ચટણી સાથે પિરસવા માટે તૈયાર છે.

તમને પણ ગમશે