મિન્ટ ડિપ વિથ ગાર્લિક એન્ડ ડિલ
સામગ્રીઃ
દહીં - 1 કપ
ફુદિનો - 1 કપ
સુવા (ડિલ) - શણગારવા માટે તાજા સુવાના પાન
સૂકા સવા
3-4 કળી લસણની
મીઠું - સ્વાદ અનુસાર
જીરું પાવડર - એક ચપટી
લીલા મરચાં - 2 નાના
1 મોટી ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 120 કિલો કેલેરી
પ્રોટીનઃ 2.9 ગ્રામ
પદ્ધતિઃ
- ફુદિનાનાં પાન સાફ કરો અને તેમને થોડી વાર સુધી ઠંડા પાણીમાં રાખી મૂકો.
- ત્યાર પછી ફૂડ પ્રોસેસરમાં ફુદિનાનાં પાન, જીરાનો પાવડર, સૂકા સવા, લસણની કળી, મીઠું અને લીલા મરચાંને એક સાથે મિશ્ર કરો.
- એક બાઉલમાં દહીંનો મસકો અને ફુદિના સુવાની પ્યોરી એક સાથે મિશ્ર કરો.
- તેને ઢાંકો અને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી રેફ્રિજરેટ કરો. ઠંડું પિરસો અને તાજા સુવાથી શણગારો.