Humrahi

કાબુલી ચણા કેસાડિઆ

સામગ્રીઃ

  • બાફેલા કાબુલી ચણા - 30 ગ્રામ
  • 1 ઈંડું [આમલેટ] - 20 ગ્રામ
  • સ્લાઇઝ ચીઝ - 15 ગ્રામ
  • 1 ઘઉંની ટોર્ટિયા/ રોટલી - 20 ગ્રામ
  • ડુંગળી - 20 ગ્રામ
  • શીમલા મરચું - 20 ગ્રામ
  • ગાજર - 20 ગ્રામ
  • કોથમીરના પાન - 5 ગ્રામ
  • લીલું મરચું 1
  • લસણ - 2 કળી
  • ચિલિ ફ્લેક્સ - 1 નાની ચમચી
  • ઓરેગાનો - 1 નાની ચમચી
  • હળદર પાવડર - 1 નાની ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ - 5 ગ્રામ
  •  

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 296.32 કિલો કેલેરી
પ્રોટીનઃ 14.46 ગ્રામ

પદ્ધતિઃ

  • વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં સમારેલું લસણ, લીલું મરચું અને ડુંગળી ઉમેરો. તેને પારદર્શક થાય ત્યાં સુધી ચડવા દો.
  • હવે તેમાં સમારેલા શાકભાજી ઉમેરો અને એક મિનિટ સુધી સાંતળો.
  • તેમાં બાફેલા અને છુંદેલા કાબુલી ચણા ઉમેરો તથા બધા મસાલા ઉમેરો અને બરાબર મિશ્ર કરો. હવે તેને 1-2 મિનિટ સુધી ચડવા દો.
  • આખા ઘઉંની રોટલી/ટોર્ટિયા લો, તેના પર ઈંડા અને કાબુલી ચણાનું પૂરણ ઉમેરો અને તેના પર થોડું ચીઝ છીણો. 
  • હવે ટોર્ટિયાને વાળી લો અને ક્રિસ્પી બને ત્યાં સુધી બંને બાજુથી શેકો અને ગરમાગરમ પિરસો.

You might also like