Humrahi

ડાયાબિટીસ દર્દીઓ અને પગની સંભાળ

ડાયાબેટિક ન્યુરોપથી એ ચેતાઓને નુકસાન પહોંચવાની સ્થિતિ છે, જે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરનું લેવલ ઊંચું રહેવાને કારણે સર્જાય છે. તે પ્રાથમિક રીતે પગની ચેતાઓને પ્રભાવિત કરે છે પરંતુ તે શરીરના અન્ય ભાગોને પણ પ્રભાવિત કરી શકે છે, જેમકે, પાચનતંત્ર, પેશાબનો માર્ગ, લોહીની નળીઓ અને હૃદય. બ્લડ શુગરનું સતત નિયમન કરવાથી અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવાથી ડાયાબેટિક ન્યુરોપથીની સમસ્યાને આગળ વધતી રોકવામાં અથવા તો તેની ગતિને ધીમી પાડવામાં મદદરૂપ થાય છે.

ડાયાબેટિક ન્યુરોપેથીના દર્દીઓ માટે પગની યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે, તે ઇજા, વિકૃતિ અને અંગવિચ્છેદનના જોખમને ઘટાડી શકે છે. પગની કાળજી લેવાના નિષ્ણાત પાસે નિયમિતપણે પગની તપાસ કરાવવી, દરરોજ જાતે નિરીક્ષણ કરવું અને સંરક્ષણાત્મક ફૂટવૅર પહેરવા એ પગની તંદુરસ્તી જાળવવા માટે મહત્વપૂર્ણ બાબતો છે. પગને સાબુવાળા હૂંફાળા પાણીથી ધોવા, તેને લાંબા સમય સુધી પલાળી રાખવા નહીં અને તેને બરોબર સૂકવવા, ખાસ કરીને પગની આંગળીઓના વચ્ચેના ભાગમાં એ ખરેખર કેટલીક મહત્વની કામગીરીઓ છે.

પગના નખની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે લાંબા કે જાડા નખથી ઘા/ચાંદા પડી શકે છે અને જટિલતાઓ સર્જાઈ શકે છે. તમે જ્યારે દરરોજ પગને તપાસો ત્યારે પગની આંગળીઓના વચ્ચેના ભાગને તપાસવો જોઇએ, કારણ કે, ઘણીવાર આ ભાગને અવગણી કાઢવામાં આવતો હોય છે. ચેપને નિવારવા કે આગળ વધુ નુકસાન થતું અટકાવા માટે ફોલ્લા, કાપા, લિસોટા, રંગમાં ફેરફાર, વધારે પડતી શુષ્કતા અને આંટણ કે કણી પર ધ્યાન આપવું જરૂરી છે.

જેમને પગમાં સંવેદનશીલતા ઘટી ગઈ હોય તેમણે યોગ્ય પ્રકારના ફૂટવૅર પસંદ કરવા જોઇએ જૂતાં યોગ્ય રીતે ફિટ થાય છે, તેની ખાતરી કરવા અને ખરાબ રીતે ફિટ થતાં જૂતાંને કારણે થતાં અલ્સરને નિવારવા ફૂટકૅર સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની ભલામણ કરવામાં આવે છે. હીટિંગ પેડ્સ, જલદ રસાયણો, તીક્ષ્ણ સાધનો અને ઉઘાડા પગે ફરવાનું ટાળવું જોઇએ.

જો કોઈ ચીરા કે ઘા પર ચેપ લાગ્યો હોય કે તેની પર રૂઝ આવી રહી ના હોય અને તેની સાથે દુઃખાવો, ઝણઝણાટ, નબળાઈ, શારીરિક કામગીરીમાં ફેરફાર કે ચક્કર આવવા અને બેભાન થઈ જવા જેવા લક્ષણો પણ જણાય તો તબીબી સારવાર લેવી જરૂરી બની જાય છે.

ટાઇપ 2 ડાયાબિટીસનું નિદાન થાય તેના પછી તરત જ અને ટાઇપ 1 ડાયાબિટીસનું નિદાન થયાંનાં પાંચ વર્ષ બાદ ડાયાબેટિક ન્યુરોપથીની તપાસ શરૂ કરી દેવી જોઇએ અને ત્યારબાદ દર વર્ષે તેની તપાસ કરાવતા રહેવું જોઇએ.s

ડાયાબેટિક ન્યુરોપથીની કોઈ સારવાર જાણમાં ન હોવા છતાં તેની સારવારનો ઉદ્દેશ્ય તેની આગળ વધવાની ગતિને ધીમી પાડવાનો, દુઃખાવાને ઘટાડવાનો અને જટિલતાઓનું નિયમન કરવાનો છે. ન્યુરોપથીને આગળ વધતી અટકાવવા અને તેની સાથે સંકળાયેલા એકંદર જોખમોને ઘટાડવા માટે બ્લડ શુગરના લેવલ, બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવાની, યોગ્ય વજન જાળવવાની, નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવાની અને આહારની માત્રાના નિયંત્રણની સાથે સંતુલિત આહાર આરોગવાની સલાહ આપવામાં આવે છે.

એકંદર સુખાકારીને સુધારવા અને ડાયાબેટિક ન્યુરોપથીના જોખમને ઘટાડવા માટે વ્યક્તિએ બ્લડ શુગરના લેવલને યોગ્ય રીતે જાળવવા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા, આરોગ્યપ્રદ આહારને પસંદ કરવા, નિયમિત કસરત કરવા અને ધૂમ્રપાનને છોડવા પર ભાર મૂકવો જોઇએ.

કસરત અને ધૂમ્રપાન છોડવા પર વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માટે તમારે હેલ્થકૅર પ્રોફેશનલની સલાહ લેવી જોઇએ, ખાસ કરીને જો પહેલેથી જ કોઈ જટિલતાઓ રહેલી હોય કે ઇજાઓ થયેલી હોય. 12,13