Humrahi

ડાયાબિટીસ અને આહાર

ડાયાબિટીસમાં આહાર આરોગ્યપ્રદ અને પોષકતત્વોથી ભરપૂર હોવો જોઇએ અને તેને મધ્યમ માત્રામાં ખાવો જોઇએ તથા ભોજનને એક ચોક્કસ નિયમિત સમયે જ ખાવું જોઇએ. તેનો ઉદ્દેશ્ય તમારા બ્લડ શુગરના યોગ્ય સ્તરને જાળવી રાખવાનો, તમારા વજનને વધતું અટકાવવાનો અને ડાયાબિટીસ સાથે સંકળાયેલી લાંબાગાળાની જટિલતાઓને નિવારવાનો છે.

ડાયાબિટીસમાં આહાર સંબંધિત મહત્વના તત્વોમાં ફળો, શાકભાજી, આખા ધાન અને ખાંડની ઊંચી માત્રા ધરાવતા આહાર અને ચરબીને મર્યાદિત પ્રમાણમાં ખાવાનો સમાવેશ થાય છે. દિવસમાં થોડાં-થોડાં સમય થોડું-થોડું ખાવું જોઇએ, કાર્બોહાઇડ્રેટ્સનું સેવન સાવચેતીપૂર્વક કરવું જોઇએ અને આલ્કોહોલ અને મીઠાનું સેવન પણ મર્યાદિત પ્રમાણમાં કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ફાઇબરથી સમૃદ્ધ આહાર, હૃદયને તંદુરસ્ત રાખનારી માછલી (અઠવાડિયામાં બે વખત) તથા એવોકાડો અને નટ્સ જેવા ‘સારી’ ચરબી ખાઓ, જે કોલેસ્ટ્રોલના સ્તરને સુધારવામાં મદદરૂપ થાય છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન અડધી થાળી સ્ટાર્ચ વગરના શાકભાજીથી ભરવા, થાળીને એક-ચતુર્થાંશ હિસ્સાને પ્રોટીન અને અન્ય એક ચતુર્થાંશ હિસ્સાને આખા ધાન જેવા કાર્બોહાઇડ્રેટ્સથી ભરવાની સલાહ આપે છે.

‘સારી’ ચરબી, ફળો અને ઓછું ફેટ ધરાવતા ડેરીઉત્પાદનોની થોડી-થોડી માત્રા તમારા ભોજનને સંપૂર્ણ બનાવે છે. પીણા માટે તમે પાણી અથવા તો ઓછી કેલરી ધરાવતા પીણાંને પસંદ કરી શકો છો. નોંધણી પામેલા ડાયેટિશિયન સાથે કન્સલ્ટિંગ કરવાથી તેઓ તમને વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે. ડાયાબિટીસનું નિયમન કરવા ઉપરાંત, ડાયાબિટીસમાં લેવા જેવો આહાર ભવિષ્યમાં કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ, કેટલાક કેન્સર અને હાડકાંનું દ્રવ્યમાન ઘટી જવાના જોખમને ઘટાડી શકે છે.9,10,11