નોન-સ્ટિક વાસણ લો અને તેને ગરમ કરો. સુનિશ્ચિત કરો કે તે વધુ પડતું ગરમ ન થઈ જાય, તેને ધીમા તાપે લગભગ 30 સેકન્ડ સુધી જ ગરમ કરો
જ્યારે તે પૂરતો ગરમ થઈ જાય ત્યાર પછી તેલ ઉમેરો.
હવે ખમણેલું આદું, લસણની કળીઓ, સમારેલી ડુંગળી વાસણમાં ઉમેરો અને આ ત્રણ સામગ્રીને મિશ્ર કરો.
હવે વાસણને ધીમા ગેસ પર લગભગ 45 સેકન્ડ સુધી થાળીથી ઢાંકો.
હવે તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરો અને બરાબર મિશ્ર કરો.
હવે તેમાં ટામેટાં ઉમેરવાનો સમય છે, સુનિશ્ચિત કરો કે તમે ટામેટાં છેલ્લે ઉમેરો અને બરાબર મિશ્ર કરો, ત્યાર પછી ધીમા તાપ પર લગભગ 1 મિનિટ સુધી વાસણને થાળીથી ઢાંકો.
ત્યાર પછી તેમાં સમારેલું ટોફુ ઉમેરો અથવા તમે તેને છુંદી પણ શકો છો.
હવે લગભગ 1 મિનિટ સુધી થાળીથી ઢાંકી રાખો અને તેને ધીમા ગેસ પર ચડવા દો.
હવે તેમાં કાળા મરી, મીઠું અને લાલ મરચાનો પાવડર જેવા થોડા મસાલા ઉમેરો.
બધા મસાલા મિશ્ર કરો અને તેને થાળીથી ઢાંકો અને ધીમા ગેસ પર લગભગ 2 મિનિટ સુધી ચડવા દો.
તમારું સ્વાદિષ્ટ ચિલી ટોફુ ખાવા માટે તૈયાર છે. તેને ગરમાગરમ પિરસો.