Humrahi

બેસન ઓટ્સના ચિલ્લા

સામગ્રીઃ

બેસનઃ 20 ગ્રામ
ઓટ્સનો લોટઃ 20 ગ્રામ
ડુંગળીઃ 10 ગ્રામ
ટામેટાઃ 10 ગ્રામ
કોથમિરઃ 5-6 પાંદડાં
લીલા મરચાં - 1/2
હળદર - એક ચપટી
મીઠું - સ્વાદ મુજબ
લાલ મરચું - એક ચપટી
જીરું પાવડર - એક ચપટી 
તેલ - 1 મોટી ચમચી

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 210 કિલો કેલરી
પ્રોટીનઃ 8.2 ગ્રામ

પદ્ધતિઃ

  • તેલ સિવાયની બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને પાતળું બેટર બનાવવા માટે તેમાં પાણી ઉમેરો, તેમાં ગઠ્ઠા ના થઈ જાય તેનું ધ્યાન રાખો.
  • મીડિયમ સાઇઝના ગરમ તવા/પેન પર બ્રશથી તેલ લગાવો અને બેટર રેડો.
  • ચીલ્લા બનાવવા માટે બેટરને હળવેથી પાથરો.
  • ટોચનો ભાગ બરોબર શેકાઈ ગયેલો લાગે ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચે ચિલ્લાને શેકો.
  • તળિયાનો ભાગ આછો સોનેરી થઈ જાય ત્યાં સુધી શેકવાનું ચાલો. ત્યારબાદ તેને ફેરવો. બંને બાજુ સોનેરી કથ્થઈ રંગની થઈ જાય ત્યાં સુધી તેને શેકો.
  • ઓટ્સ ચિલ્લાને 2 ચમચી દહીં કે 2 મોટી ચમચી ફુદિનાની ચટણી સાથે પીરસો.

તમને પણ ગમશે