એપલ કર્ડ સ્મૂધી
સામગ્રીઃ
- સમારેલા સફરજન
- 1/2 કપ દહીં
- 1 નાની ચમચી ચીયા સીડ્સ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 125 કિલો કેલેરી
પ્રોટીનઃ 2 ગ્રામ
પદ્ધતિઃ
- 1/2 નાની ચમચી ચીયા સીડ્સને 1/4 કપ પાણીમાં પલાળો. તેને આખી રાત પલાળી રાખો.
- સામાન્ય કદનું સફરજન લો, તેની છાલ ઉતારો અને તેને નાના ટુકડામાં સમારી લો
- ફૂડ પ્રોસેસરમાં દહીં, સમારેલું સફરજન અને બરફ ઉમેરો
- તેને સારી રીતે બ્લેન્ડ કરો, બાઉલમાં રેડો અને તેમાં આખી રાત પલાળેલા ચીયા સીડ્સ (1/2 નાની ચમચી) ઉમેરો
- તેને ઠંડું માણો.