Humrahi

મિલેટ કર્ડ રાઇસ

સામગ્રીઃ

  • ફોક્સટેલ મિલેટ (કાંગણી) - 50 ગ્રામ
  • દહીં - 100 ગ્રામ
  • કાકડી - 20 ગ્રામ
  • ગાજર - 20 ગ્રામ
  • ડુંગળી - 20 ગ્રામ
  • કોથમીરનાં પાન - 1 મોટી ચમચી
  • મીઠો લીંમડો - 5 
  • રાઇ - 1/2 નાની ચમચી
  • મરચું - 1
  • તેલ - 5 ગ્રામ
  • મીઠું - સ્વાદ અનુસાર

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 219 કિલો કેલેરી
પ્રોટીનઃ 10 ગ્રામ

પદ્ધતિઃ

  • મિલેટને ધુઓ અને 3-4 કલાક સુધી પલાળી રાખો.
  • પલાળેલી મિલેટ અને 200 મિલિ પાણી પ્રેશર કુકરમાં ઉમેરો અને મધ્યમ તાપ પર 3 સિટી વાગે ત્યાં સુધી રાંધો.
  • એક વખત મિલેટ રંધાઇ જાય ત્યાર પછી તેને દહીં ઉમેરતા પહેલા થોડા સમય સુધી રહેવા દો.
  • હવે રાંધેલી મિલેટમાં દહીં, સમારેલા શાકભાજી અને મીઠું ઉમેરો અને બરાબર મિશ્ર કરો.
  • વઘાર માટે, ગરમ વાસણમાં તેલ, રાઇના દાણા, મરચું, લીંમડો ઉમેરો અને એક મિનિટ સુધી સાંતળો. વઘારને મિલેટ દહીંનાં મિશ્રણમાં ઉમેરો અને બરાબર મિશ્ર કરો.
  • બાજરી દહીં ભાત સર્વ કરવા માટે તૈયાર છે.

You might also like