વેજિટેબલ સ્ટિર ફ્રાય
સામગ્રીઃ
- 1 મોટી ચમચી તેલ
- 1 મોટી ચમચી સમારેલું લસણ
- 1/2 કપ સમારેલું શીમલા મરચું
- 1/2 કપ સમારેલું ગાજર
- 1/2 કપ બ્રોકોલીનાં ફૂલ
- 1/4 કપ ફણસી
- સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલા કાળા મરી
- 1 નાની ચમચી રેડ ચિલિ ફ્લેક્સ
- 1/2 નાની ચમચી લાઇટ સોયા સૉસ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 150 કિલો કેલેરી
પ્રોટીનઃ 2 ગ્રામ
પદ્ધતિઃ
- તવો અથવા વોક લો, તેમાં 1 મોટી ચમચી તેલ ઉમેરો અને મધ્યમ તાપ પર તેને ગરમ કરો.
- તેમાં લસણ ઉમેરો અને તે બદામી રંગનું થાય ત્યાં સુધી સાંતળો.
- ત્યાર પછી તેમાં સમારેલા શાકભાજી ઉમેરો અને તેમને 3-4 મિનિટ સુધી સાંતળો.
- ત્યાર પછી તેમાં મીઠું, કાળા મરી, ચિલિ ફ્લેક્સ અને સોયા સૉસ ઉમેરો.
- બધુ સારી રીતે મિશ્ર કરો અને તેને ફરી 3-4 મિનિટ સુધી ચડવા દો.
- સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વેજ સ્ટિર ફ્રાય તૈયાર છે.