રાગી ડોસા
સામગ્રીઃ
- 1 વાટકી રાગી લોટ
- ¼ વાડકી ચોખાનો લોટ
- ½ વાડકી સોજી (સેમોલિના)
- ¼ વાટકી દહી
- 2 ચમ્મચ કાપેલુ આદુ
- 1 કાપેલુ લીલુ મરચુ
- 1 ચમ્મચ જીરુ
- પાણી દરૂરિયાત પ્રમાણે
- સ્વાદ અનુસાર મીઠું
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 210 કિલો કેલેરી
પ્રોટીનઃ 4 ગ્રામ
પદ્ધતિઃ
- મોટો બાઉલ લો અને તેમાં રાગીનો લોટ, ચોખાનો લોટ અને સોજી નાખો
- તેમાં થોડુ દહીં, કાપેલુ આદુ, કાપેલુ મરચુ, જીરુ અને મીઠુ ઉમેરો
- હવે તેમાં પાણી ઉમેરો અને તેને મિશ્રીત કરો. 10-15 મિનીટનો આરામ આપો
- ત્યાર બાદ ઢોસાનું પેન લો, જો મિશ્રીત કરેલ થોડુ જાડુ થઇ ગયુ હોય તો તમે તેમાં સાતત્યતા એડજસ્ટ કરવા માટે થોડુ પાણી ઉમેરી શકો છો.
- મિશ્રણને મધ્યમાં રેડો અને તાત્કાલિક તેને ફેલાવી દો
- 1 ચમ્મચ તેલ તેની પર ઉમેરો અને ધીમેથી રાંધો
- ઢોસાને ઊંધો કરો અને તેને બન્ને બાજુએથી રાંધો. ફુદીનાની ચટણી અથવા સંભાર સાથે તેને પીરસો