Humrahi

મિન્ટ ડિપ વિથ ગાર્લિક એન્ડ ડિલ

સામગ્રીઃ

દહીં - 1 કપ
ફુદિનો - 1 કપ
સુવા (ડિલ) - શણગારવા માટે તાજા સુવાના પાન
સૂકા સવા
3-4 કળી લસણની
મીઠું - સ્વાદ અનુસાર
જીરું પાવડર - એક ચપટી
લીલા મરચાં - 2 નાના
1 મોટી ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 120 કિલો કેલેરી
પ્રોટીનઃ 2.9 ગ્રામ

પદ્ધતિઃ

  • ફુદિનાનાં પાન સાફ કરો અને તેમને થોડી વાર સુધી ઠંડા પાણીમાં રાખી મૂકો.
  • ત્યાર પછી ફૂડ પ્રોસેસરમાં ફુદિનાનાં પાન, જીરાનો પાવડર, સૂકા સવા, લસણની કળી, મીઠું અને લીલા મરચાંને એક સાથે મિશ્ર કરો.
  • એક બાઉલમાં દહીંનો મસકો અને ફુદિના સુવાની પ્યોરી એક સાથે મિશ્ર કરો.
  • તેને ઢાંકો અને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી રેફ્રિજરેટ કરો. ઠંડું પિરસો અને તાજા સુવાથી શણગારો.

You might also like