Humrahi

બેલ પેપર કોટેજ ચીઝ ડિપ

સામગ્રીઃ

પનીર - 150 ગ્રામ
લાલ શીમલા મરચું - 1 મધ્યમ
2 કળી લસણની
મીઠું - સ્વાદ પ્રમાણે
ચિલિ ફ્લેક્સ - સ્વાદ પ્રમાણે
તેલ - 2 નાની ચમચી

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 604 કિલો કેલેરી
પ્રોટીનઃ 30.45 ગ્રામ

પદ્ધતિઃ

  • લસણ અને શીમલા મરચાને શેકવાની જાળી પર રાખીને શેકો, તેના પર થોડું તેલ ઉમેરો.
  • ત્યાર પછી ફૂડ પ્રોસેસરનો ઉપયોગ કરીને પનીર, શેકેલું લસણ, શેકેલું શીમલા મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને ચિલિ ફ્લેક્સ ઉમેરીને બ્લેન્ડ કરો અને લીસી પેસ્ટ બનાવો.
  • એક ઊંડા બાઉલમાં પિરસો, તેના પર એક ચમચી તેલ અને લાલ મરચું છાંટીને સજાવો

તમને પણ ગમશે