પાલક પનીર રોલ
સામગ્રીઃ
1 કપ ઘઉંનો લોટ
પાલક - 1 કપ
તેલ - 2 નાની ચમચી
મીઠું - સ્વાદ અનુસાર
જીરા પાવડર - 1/4 નાની ચમચી
લાલ મરચું - 1/4 નાની ચમચી
ગરમ મસાલો – ½ નાની ચમચી
ડુંગળી – 1 કપ
ચીઝ – 1 ક્યુબ
પનીર – 150 ગ્રામ
ટામેટાની પ્યોરી – 1 કપ
પોષણ મૂલ્યઃ
ઊર્જા: 400 કિલો કેલેરી
પ્રોટીન: 53 ગ્રામ
પદ્ધતિઃ
પાલક રોટલી બનાવવા માટે
- પાલકને બ્લાન્ચ કરો અને પ્યોરી બનાવો
- 1 કપ ઘઉંનો લોટ લો. તેમાં પાણી અને પાલકની પ્યોરી ઉમેરો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ½ નાની ચમચી જીરાનો પાવડર ઉમેરો. નરમ કણક બાંધવા માટે 1 નાની ચમચી તેલ ઉમેરો.
- કણકને ઢાંકો અને તેને 10 મિનિટ સુધી બાજુ પર રાખી મૂકો.
- ફરી વખત કણકને મસળો અને તેને પાંચ સમાન ભાગમાં વિભાજિત કરો.
- દરેક કણકના ભાગના ગોળા વાળીને વેલણની મદદથી ગોળ વણી લો.
- ફુલકાને તવા પર બંને બાજુ પર બદામી રંગના ટપકા ન પડે ત્યાં સુધી શેકી લો.
- પનીરનું પૂરણ બનાવવા માટે
- એક વાસણમાં તેલ ઉમેરો, તેમાં જીરું અને ½ કપ ડુંગળી ઉમેરો, બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- તેમાં ટામેટાની પ્યોરી ઉમેરો અને તેને 5-7 મિનિટ સુધી ચડવા દો.
- ત્યાર પછી તેમાં મીઠું, લાલ મરચું, ગરમ મસાલો અને છીણેલું પનીર ઉમેરો. તેને બરાબર મિશ્ર કરો અને તેને એક બાજુ પર મૂકી રાખો.
- ભેગું કરવું
- 1 પાલક રોટલી લો, તેના પર પનીરનું પૂરણ મૂકો અને તેના પર થોડું તાજું છીણેલું ચીઝ અને ડુંગળી ઉમેરો.
- સિલ્વર ફોઇલનો ઉપયોગ કરીને રોટલીને વાળો અને ગરમાગરમ પિરસો.