Humrahi

બેસન વેજિટેબલ ચિલ્લા

સામગ્રીઃ

બેસન - 100 ગ્રામ
સમારેલી ડુંગળી - 30 ગ્રામ
સમારેલા ટામેટાં - 30 ગ્રામ
લીલા મરચાં - 1
ઝીણું સમારેલું આદું
કોબીજ - 25 ગ્રામ
ગાજર - 25 ગ્રામ
હળદર પાવડર - 1/4 નાની ચમચી
મરચાનો પાવડર - 1/4 નાની ચમચી
કોથમીરનાં પાંદડા - 30 ગ્રામ સમારેલા
તેલ - શેકવા માટે 25 મિલિ
સ્વાદ પ્રમાણે મીઠું - 1 નાની ચમચી

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 650 કિલો કેલેરી
પ્રોટીનઃ 24.33 ગ્રામ

પદ્ધતિઃ

  • 1 મોટા બાઉલમાં 1 કપ બેસન ઉમેરો
  • સમારેલા શાકભાજી જેવા કે ડુંગળી, ટામેટાં, ગાજર, કોબીજ, લીલા મરચાં
  • અને સમારેલી કોથમીર ઉમેરો
  • સમારેલું આદું, હળદર, મરચાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો
  • ઘટ્ટ ખીરું બનાવવા માટે પાણી ઉમેરો.
  • આ ખીરાને ઢોસાની જેમ નોન-સ્ટિક તવા પર ફેલાવો.
  • આવશ્યક મુજબ તેલ ઉમેરીને પુડાને બંને બાજુથી શેકી લો.

તમને પણ ગમશે