Humrahi

મલ્ટિગ્રેઇન થાલીપીઠ

સામગ્રીઃ

1 કપ જુવારનો લોટ - 100 ગ્રામ
ચણાનો લોટ - 25 ગ્રામ
ઘઉંનો લોટ - 25 ગ્રામ
બાજરીનો લોટ - 25 ગ્રામ
ચોખાનો લોટ - 25 ગ્રામ
1 નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
2 ઝીણાં સમારેલા મરચાં
1/4 નાની ટમટી હળદર પાવડર
1/2 નાની ચમચી ધાણા પાવડર
1/2 નાની ચમચી જીરાનો પાવડર
1/4 નાની ચમચો અજમો
2 નાની ચમચી ઝીણી સમારેલી કોથમીર
1 કપ સમારેલી ડુંગળી
1/2 નાની ચમચી મીઠું
1 નાની ચમચી તેલ - 5 ગ્રામ
કણક બનાવવા માટે આવશ્યક પ્રમાણે પાણી

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 732.9 કિલો કેલેરી
પ્રોટીનઃ 31.81 ગ્રામ

પદ્ધતિઃ

  • એક મોટો બાઉલ લો અને બધી સામગ્રી બરાબર મિશ્ર કરો.
  • આવશ્યક પ્રમાણે પાણી ઉમેરીને લીસી અને નરમ કણક બાંધો.
  • બટર પેપર પર 1/2 નાની ચમચી તેલ ફેલાવો અને તેને બરાબર ગ્રિસ કરો.
  • બોલનાં કદની કણક લો, તેને બટર પેપર પર હળવેથી થપથપાવો.
  • પાતળી થાલીપીટ પર આંગળીથી છિદ્રો બનાવો.
  • ગરમ તવા પર તેને હળવેલી મૂકો અને આવશ્યક અનુસાર તેલ ઉમેરો.
  • ઢાંકો અને શેકો, પલટો, ફરી વખત ઢાંકો અને 2 મિનિટ સુધી શેકો.
  • બંને બાજુને બરાબર શેકો.

તમને પણ ગમશે