યોગર્ટ ફ્રૂટ સલાડ
સામગ્રીઃ
- 1 સમારેલું સફરજન
- 1 કપ દાડમ
- 1 કપ સમારેલું પપૈયું
- 1 નાની ચમચી શેકેલા કોળાનાં બીજ
- 1 નાની ચમચી શેકેલા સૂર્યમુખીનાં બીજ
- 200 મિલિ દહીં
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 200 કિલો કેલેરી
પ્રોટીનઃ 5.93 ગ્રામ
પદ્ધતિઃ
- એક બાઉલ લો, તેમાં દહીં અને સમારેલા તમામ ફળો ઉમેરો અને બરાબર મિશ્ર કરો.
- તેમાં 1 નાની ચમચી શેકેલા બીજ ઉમેરો અને તેમને ફરી વખત બરાબર મિશ્ર કરો.
- તમારું સ્વાદિષ્ટ ફ્રૂટ યોગર્ટ સલાડ તૈયાર છે