Humrahi

આખા ઘઉંના ચિકન ડમ્પલિંગ

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ - 60g
  • તેલ – 10મિલિ
  • ચીકનનો ખીમો- 100g
  • ઝીણી કાપેલા ડુંગળી– 50g
  • કેપ્સિકમ – 50g
  • ગાજર – 50g
  • આદુ – 5g
  • કોથમીર– 8-10 પાંદડા
  • સ્વાદાનુસાર મીઠું

પોષણ મૂલ્યઃ

કેલરી - 563 કિલોકેલરી
પ્રોટીન – 29 g

પદ્ધતિઃ

  1. એક પેન લો તેમાં 1 ચમચી તેલ ઉમેરો - ડુંગળી, લસણ, આદુ, ઉલ્લેખિત શાકભાજી અને ચીકનનો ખીમો ઉમેરો, સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને તેને 15 મિનિટ માટે પકાવો.
  2. ડમ્પલિંગ માટે ફિલિંગ તૈયાર છે – તેને બીજી પ્લેટમાં લો અને તેને થોડીવાર પકવા દો.
  3. આ દરમિયાન ઘઉંના લોટને ગૂંદો, તેમાં એક ચપટી મીઠું, 1 ચમચી તેલ અને પાણી ઉમેરો. નરમ લોટ બાંધો અને તેને બાજુ પર આરામ માટે રાખો
  4. લોટને 7-8 સમાન ભાગોમાં વિભાજીત કરો, નાના ગોળા બનાવો, ગોળાને ગોળાકારમાં વણો.
  5. વચ્ચે એક ચમચી ફિલિંગ ભરો અને મોલ્ડ ઉપયોગ કરો, ડમ્પલિંગને આકાર આપો અથવા તમે બધી બાજુઓ એકસાથે ભેગા કરી શકો છો અને તેને ચપટી કરી શકો છો.
  6. સ્ટીમિંગ પ્લેટ્સને તેલથી ગ્રીસ કરો અને આને 20-30 મિનિટ માટે વરાળ આપો.
  7. બહારનો કણક પાક્યો છે કે નહીં તે તપાસો અને ગરમાગરમ પીરસો.

તમને પણ ગમશે