Humrahi

વર્મિસેલી પુડિંગ (ખીર)

સામગ્રીઃ

  • 125 ગ્રામ જીણી વર્મિસેલી
  • 1.2 લિ. થોડી મલાઈ કાઢી લીધેલું દૂધ
  • 2 મોટી ચમચી બુરુ ખાંડ
  • 2 ઇલાયચી
  • આર્ટિફિશિયલ સ્વીટનર, સ્વાદ મુજબ
  • 2 મોટી ચમચી પિસ્તા, મોટા સમારેલા

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 220 કિલો કેલરી
પ્રોટીનઃ 10.5 ગ્રામ

પદ્ધતિઃ

  • એક પેનમાં પાણી ઉકાળો, તેમાં વર્મિસેલી નાંખો અને તેને 2 મિનિટ માટે ઉકાળો.
  • પાણી નિતારી લો. હવે પેનમાં દૂધ ઉમેરો.
  • 15-20 મિનિટ માટે તેને ઉકાળો, થોડી-થોડી વારે તેને હલાવતો રહો.
  • તેમાં ખાંડ ઉમેરો. વર્મિસેલી અને દૂધ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને વધુ 5 મિનિટ માટે ઉકાળો.
  • તેને ગેસ પરથી ઉતારી લો, તેમાં સ્વીટનર નાંખીને તમારા સ્વાદ મુજબ ગળપણ નાંખો અને તેની પર પિસ્તા ભભરાવો.

તમને પણ ગમશે