હૃદયની નિષ્ફળતા કે જેને રક્તાવરોધ સૂચક હૃદયની ખામી તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક રોગ છે જે ત્યારે થાય છે જ્યારે તમારું હૃદય તમારા શરીરની જરૂરીયાતો પૂરી કરવા માટે પૂરતું લોહી મોકલવા માટે અસમર્થ બને છે.
- આ બની શકે છે જો તમારું હૃદય પૂરતા લોહી વડે ભરાઈ શકતું નથી.
- એવું પણ બની શકે છે જ્યારે તમારું હૃદય લોહીને અસરકારક રીતે પંપ કરવા માટે ઘણું નબળું હોય ત્યારે.
- શબ્દ સમૂહ" હૃદયની નિષ્ફળતા" હંમેશા એવું સૂચવતો નથી કે તમારું હૃદય અટકી ગયું છે.
- હૃદયની નિષ્ફળતા, જો કે, એક ગંભીર દર્દ છે જે તબીબી ધ્યાન માંગી લે છે.
ભારતમાં આશરે 1 કરોડથી 1 કરોડ 20 લાખ જેટલા પુખ્ત વ્યક્તિઓ હૃદયની નિષ્ફળતા કે ખામીથી પીડાય છે.
- હૃદયની ખામી એકાએક થઇ શકે છે (તીવ્ર પ્રકારની) અથવા સમય સાથે જેમ તમારું હૃદય વધુ નબળું પડે તેમ (જીર્ણ પ્રકાર)
- તે તમારા હૃદયની એક અથવા બંને બાજુઓંને અસર કરી શકે છે. ડાબી બાજુ વાળી અને જમણી બાજુ વાળી હૃદયની ખામી જુદા જુદા કારણો ધરાવી શકે છે જેવા કે લોહીનું ઊંચું દબાણ, કોરોનરી હૃદયનો રોગ, અનિયમિત હૃદયનો ધબકારો અને હૃદય દાહ.
- હૃદયની ખામીના લક્ષણો એકાએક ના થઇ શકે. થાક, શ્વાસ લેવામાં મુશ્કેલી, અને શરીરના પ્રવાહીની ધીમી રચના થોડા એવા લક્ષણો છે.
- હૃદયની ખામી છેવટે યકૃત અને કીડનીને નુકશાન કરે છે.
- તમારી આરોગ્ય સંભાળની ટીમ પારિવારિક ઈતિહાસ, ભૂતકાળનો તબીબી ઈતિહાસ, નૈદાનિક તપાસ અને લોહીના પરીક્ષણોનાં આધારે હૃદયની ખામીનું નિદાન કરે છે.
- હૃદયની ખામી એ એક ગંભીર રોગાવસ્થા છે. જીવનશૈલીના ફેરફારો જટિલતાઓ ઉપર નિયંત્રણ રાખવામાં મદદ કરી શકે છે.
સંદર્ભ:
- National Heart, Lung and Blood institute. https://www.nhlbi.nih.gov/health/heart-failure.
- Chaturvedi V, Parakh N, Seth S, et al. Heart failure in India: The INDUS (INDia Ukieri Study) study. J Pract Cardiovasc Sci 2016;2:28-35.