Humrahi

સ્ટીમ્ડ ચિકન સલાડ

સામગ્રીઃ

  • બોનલેસ ચિકન બ્રેસ્ટ – 200g
  • ડુંગળી-1 મધ્યમ (150g)
  • ટામેટાં -1 મધ્યમ (120g)
  • કાકડી -1 (150g)
  • લીલી ડુંગળી– 2 (15g)
  • લાલ કેપ્સિકમ – 1 મધ્યમ (100)
  • પીળું કેપ્સિકમ – 1 મધ્યમ (100g)
  • કોથમીર – 7-8 પત્તાં

ડ્રેસિંગ:

  • લટકાવેલું દહીં– 1 મોટી ચમચી
  • ઓલિવ ઓઈલ– 1 ચમચી
  • આદુ લસણની પેસ્ટ -1
  • ચમચીતેજ પત્તા -1
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • કાળા મરી - 1/2 ચમચી
  • લીંબુનો રસ -1/2 ચમચી

પોષણ મૂલ્યઃ

કેલરી – 425 કિલોકેલરી
પ્રોટીન - 56 g

પદ્ધતિઃ

  1. ચિકન બ્રેસ્ટને ધૂઓ, નાના ટૂકડાઓમાં કાપો અને પ્રેશર કુકરમાં મુકો,આદુ લસણની પેસ્ટ, તેજ પત્તા ઉમેરો અને તેને 10-15 મિનિટ માટે રાંધો.
  2. ઉપર દર્શાવેલ તમામ શાકભાજીને તમારા મનપસંદ આકારમાં કાપો.
    ડ્રેસિંગ તૈયાર કરવા માટે:
  3. એક નાની બરણી/ બોક્સ લો –1 મોટી ચમચી લટકાવેલું દહીં, મીઠું, કાળા મરી, લીંબુનો રસ ઉમેરો, 1 ચમચી ઓલિવ ઓઇલ/
  4. સારી ડ્રેસિંગ તૈયાર કરવા માટે તેને સારી રીતે હલાવો.
  5. એક બાઉલમાં રાંધેલું ચિકન અને શાકભાજી ગોઠવો. તેના પર તમારા સ્વાદાનુસાર ડ્રેસિંગ રેડો.

તમને પણ ગમશે