આરોગ્યપ્રદ જીવન શૈલી સાથે સંયોજિત સતત દવાનો ઉપયોગ શ્રેષ્ઠ કોલેસ્ટ્રોલની માત્રાઓ અને વધુ તંદુરસ્ત હૃદય મેળવવામાં તમને મદદ કરી શકે છે.
તમારી કોલેસ્ટ્રોલની દવાઓને વળગી રહેવા માટેના વ્યવહારૂ સૂચનો
- દવાઓના પાલનનું મહત્વ: કોલેસ્ટ્રોલની દવાઓના લાભો અને તમારા આરોગ્ય ઉપર તેનું પાલન નહીં કરવાની અસરો અંગે તમારી જાતને કેળવો.
- એક દિનચર્યા પ્રસ્થાપિત કરો: તમારી દવાઓને તમારી દૈનિક દિનચર્યામાં સમાવો અને તમને તે અંગે પ્રેરવા માટે દવા અંગેની રીમાઈન્ડર એપ્સ કે એલાર્મ્સનો ઉપયોગ કરો.
- તમારી દવાઓને ગોઠવો: ડોઝને ચુકી જવાનું ટાળવા માટે તમારી દવાઓને એક પીલબોક્સમાં કે સાપ્તાહિક રીતના પીલ ઓર્ગેનાઈઝરમાં ગોઠવેલી રાખો.
- એક સહાયક વ્યવસ્થાને શામેલ કરો: તમારા પરિવારના સભ્યો, નજીકના મિત્રો કે ભરોસાપાત્ર સંભાળ રાખનારાઓને તમારા દવાના સમયપત્રક અંગે જાણ કરો.
- પ્રિસ્ક્રીપ્શન્સને અગાઉથી રીફીલ કરો. તમારા પ્રીસ્ક્રીપ્શન્સને ખૂબ અગાઉથી રીફીલ કરીને અથવા રીફિલની તારીખો અંગે રીમાઈન્ડર્સ ગોઠવીને તમારી કોલેસ્ટ્રોલની દવાઓ ખૂટી જવાનું ટાળો.
- માહિતગાર રહો:કોઇપણ ફેરફારો અંગે માહિતગાર રહીને તમારી દવાની ઉપચાર પદ્ધતિ અંગે અદ્યતન રીતે માહિતગાર રહો.
- ડોક્ટરની મુલાકાતો:પ્રગતિની ચર્ચા કરવા માટે અને જરૂરી ગોઠવણીઓ કરવા માટે તમારા ડોક્ટર સાથેની ફોલો-અપ મુલાકાતોમાં હાજરી આપો.
સંદર્ભ:
- (2020, September 3). Types of cholesterol-lowering medicine. Centers for Disease Control and Prevention. https://www.cdc.gov/cholesterol/treating_cholesterol.htm#:~:text=Statin%20drugs%20lower%20LDL%20cholesterol
- Center for Drug Evaluation and Research. (2016, February 16). Why You Need to Take Your Medications as Prescribed or Instructed. U.S. Food and Drug Administration. https://www.fda.gov/drugs/special-features/why-you-need-take-your-medications-prescribed-or-instructed