Humrahi

હૃદય રોગના હુમલા બાદ કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ રાખવું - શા માટે તે જરૂરી છે?

હૃદય રોગનો હુમલાનો અનુભવ કરવો એ એક જીવન બદલનારી ઘટનાં છે જે ઘણી વ્યક્તિઓ માટે જાગી જવાનાં એક કોલ તરીકે કામ કરે છે.

 

તે શા માટે મહત્વનું છે?

  • કોલેસ્ટ્રોલની ઊંચી માત્રાઓ ધમનીઓમાં ચરબીના થરો સંચિત કરે છે.
  • જે છેવટે હૃદય રોગના હુમલાઓનું જોખમ વધારે છે.
  • કોલેસ્ટ્રોલની માત્રાઓનું નિયંત્રણ કરીને ભવિષ્યની હૃદય સંબંધિત ઘટનાઓ અટકાવી શકાય છે1

 

કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ કરવાના વ્યવહારૂ સૂચનો

 

  • હૃદય માટે તંદુરસ્ત આહાર અપનાવો:

વધુ ફળો, શાકભાજીઓ, અખંડ અનાજ, લીન પ્રોટીન્સ નટસ, બીયાઓ, અને ઓલીવ ઓઈલનો સમાવેશ કરો. લાલ માંસ, તળેલા આહારો, અને સંપૂર્ણ ચરબીવાળી ડેરીની પ્રોડક્ટસને સીમિત કરો.

 

  • નિયમિત શારીરિક પ્રવૃતિમાં જોડાવ.

નિયમિત કસરત જેવી કે ઝડપી ચાલ, તરવું, સાયકલ ચલાવવી કે અરોબીક કસરતનું કોઇપણ સ્વરૂપ જે તમારા હૃદયના ધબકારાને વધારી શકે છે.

 

  • દવાનું ચુસ્ત પાલન:

જો પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે તો, સુચના મુજબ તેને લો અને તબીબી સલાહ વિના તેને બંધ કરશો નહીં. દવાઓ જેવી કે સ્ટેટીન્સ કોલેસ્ટ્રોલ2 ઘટાડવામાં ખૂબ જ અસરકારક બની શકે છે.2.

 

  • ધુમ્રપાન છોડો અને આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો:

ધુમ્રપાન છોડવા માટે મદદ મેળવો અને શરાબના ઉપયોગને સીમિત કરો કારણ કે અતિશય ઉપયોગ કોલેસ્ટ્રોલની માત્રાઓ વધારી શકે છે.

 

સંદર્ભો:

  1. Gencer B, Giugliano RP. Management of LDL-cholesterol after an acute coronary syndrome: Key comparisons of the American and European clinical guidelines to the attention of the healthcare providers. Clin Cardiol. 2020;43(7):684-690.
  2. Million Hearts. https://millionhearts.hhs.gov/about-million-hearts/optimizing-care/cholesterol-management.html. Accessed 26June 2023

 

તાજેતરની પોસ્ટ્સ