Humrahi

પરિવાર અને સભાળ પ્રદાતાઓ હૃદયની ખામીવાળા દર્દીઓને કેવી રીતે મદદ કરી શકે છે.

હૃદયની ખામીનું નિયંત્રણ સામાન્ય રીતે સરળ નથી. શારીરિક રીતે, હૃદયની ખામીવાળા ઘણા દર્દીઓ તેઓ જે ફરજો અગાઉ કરી શકતા હતા તે જ ફરજો બજાવવામાં મુખ્યત્વે અસમર્થ હોય છે. જીવન શૈલીના ફેરફારો કરવાની સાથે, તેઓએ તેમની પ્રિસ્ક્રીપ્શન દવાઓ લેવી જોઈએ, તેમના શરીર તરફ વધુ ધ્યાન આપવું જોઈએ અને તેમના તણાવ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. જીવન સાથીઓ, પરિવારના સભ્યો, મિત્રો કે પડોસીઓ તરફથી સંભાળ આપતી મદદ હૃદયની ખામીવાળા દર્દીઓને તેમની જીર્ણ બીમારી ઉપર નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે.

હૃદયની ખામીવાળા દર્દીઓને મદદ પૂરી પાડવા માટેનાં થોડા સૂચનો::

  • હૃદય માટે તંદુરસ્ત ભોજનોને બનાવવા, તેને મેળવવા અને રાંધવા જેવા રોજીંદા કાર્યોમાં મદદ;યોગ્ય કેલરીના ઉપયોગ માટે પ્ર્રોત્સાહન આપવું;અસામાન્ય વજન ઘટાડા ઉપર નજર રાખવી.
  • સ્પર્શ, શ્રવણ, વિચાર દશા, રમૂજ મારફત મદદ કરવી.
  • ચાલવું, સંતુલનની કસરતો અને રોગાવસ્થા માટે ઉચિત અન્ય પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરો.
  • પ્રીસ્ક્રાઈબ કરાયેલ દ્વ્વાઓ લેવા માટે દવાની દુકાનની મુલાકત લેવી, સાપ્તાહિક રીતના ટેબ્લેટ ઓર્ગેનાઈઝર્સ બનાવવા, અને રીફીલ્સ અને રેકોર્ડર રીમાઇન્ડર્સ ઉપર ધ્યાન આપવું.
  • ધુમ્રપાન અને શરાબની અટકાયત માટે મદદ કરવી અને પ્રેરણા આપવી.
  • તબીબી સ્ટાફ પાસે સારવાર આયોજનની ચર્ચા કરવી, અને દર્દી માટેની વાત રજૂ કરવી.
  • દવાખાનામાંથી છૂટા થયા બાદ સારવાર માટેનું આયોજન કરો અને સંભાળના સાતત્યને સુનિશ્ચિત કરો.
  • નિયમિત તબીબી મુલાકાતો માટેનું સમયપત્રક ગોઠવો.

 

સંદર્ભ:

  1. Kitko L, McIlvennan CK, Bidwell JT, et al. Family Caregiving for Individuals With Heart Failure: A Scientific Statement From the American Heart Association. Circulation. 2020;141(22):e864-e878.