Humrahi

તમારું બ્લડ શુગર ઊંચું હોય ત્યારે તમને કેવું અનુભવાય છે?

હાઇપરગ્લાયસેમિયા એટલે બ્લડ શુગરનું વધેલું સ્તર, જે ઘણીવાર ડાયાબિટીસ સાથે સંકળાયેલ હોય છે, જ્યારે હાઇપોગ્લાયસેમિયા એ લૉ બ્લડ શુગર ગણાય છે, જેમાં મૂંઝવણ અને પરસેવો વળવા જેવા લક્ષણો જણાય છે. બ્લડ ગ્લુકોઝના સ્તરનું સંતુલન જાળવવું એ તમારા એકંદર આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે.

ડાયાબિટીસ ધરાવતા લોકોમાં હાઇપરગ્લાયસેમિયાના લક્ષણો થોડાં દિવસો કે અઠવાડિયાઓમાં ધીમે-ધીમે વિકસે છે. કેટલાક કિસ્સાઓમાં જ્યાં સુધી બ્લડ શુગરનું લેવલ ખૂબ ઊંચું ના જતું રહે ત્યાં સુધી કોઈ લક્ષણો જણાતા નથી.

હાઇપરગ્લાયસેમિયાના લક્ષણોમાં સમાવિષ્ટ છેઃ

હાઇપરગ્લાયસેમિયા અહીં નીચે જણાવેલા કારણોસર થઈ શકે છેઃ

  • ડાયાબિટીસ
    o ટાઇપ 1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકતું નથી.
    o ટાઇપ 2 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ તમારા બ્લડ શુગરને સ્થિર રાખવા માટે પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી.
    o આ બંને પરિસ્થિતિઓમાં લોહીના પ્રવાહમાં ગ્લુકોઝ જમા થાય છે, જેના પરિણામે હાઇપરગ્લાયસેમિયા થાય છે.
  • તણાવ
  • કોઈ બીમારી, જેમ કે, શરદી
  • વધુ પડતું ખાવું, જેમ કે ભોજનની વચ્ચે-વચ્ચે નાસ્તા ખાવા
  • કસરતનો અભાવ
  • ડીહાઇડ્રેશન
  • ડાયાબિટીસની દવાનો ડૉઝ ચૂકી જવો અથવા તો અયોગ્ય માત્રામાં દવા લેવી
  • હાઇપરગ્લાયસેમિયા (લૉ બ્લડ શુગર)ની ઘટનાઓની વધુ પડતી સારવાર કરવી
  • કેટલીક ચોક્કસ દવાઓ લેવી, જેમ કે, સ્ટીરોઇડની દવાઓ.

ક્યારેક-ક્યારેક બાળકોમાં અને ઝડપથી વૃદ્ધિ પામી રહેલા યુવાનોમાં પણ હાઇપરગ્લાયસેમિયાની ઘટનાઓ જોઈ શકાય છે. હાઇપરગ્લાયસેમિયાના લક્ષણો નિદાન નહીં થયેલા ડાયાબિટીસ માટે પણ જોઈ શકાય છે, આથી વધુ સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવાથી મદદ મળી શકે છે.

હાઇપરગ્લાયસેમિયાના લક્ષણોમાં સમાવિષ્ટ છેઃ

  • ખૂબ તરસ લાગવી અને મોં સૂકાઈ જવું
  • વારંવાર પેશાબ લાગવો
  • પેશાબમાં ગ્લુકોઝની ઊંચી માત્રા
  • થાક લાગવો
  • દ્રષ્ટિ ધૂંધળી થઈ જવી
  • કોઈ ચોક્કસ કારણ વગર વજન ઊતરી જવું
  • વારંવાર ચેપ લાગવો, જેમ કે, મોંમાં ચાંદા પડી જવા, પેશાબના માર્ગમાં ચેપ લાગવો અને ચામડીનો ચેપ.

જો હાઇપરગ્લાયસેમિયાની સારવાર કરવામાં ના આવે તો, તેના કારણે પેદા થતી જટિલતાઓમાં સમાવિષ્ટ છેઃ

  • કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ
  • કીડનીની બીમારી
  • ચેતાઓને નુકસાન પહોંચવું
  • ચેપ લાગવો
  • હાડકાંની સમસ્યા
  • અંગ કપાવવું અથવા તો મૃત્યુ

હાઇપરગ્લાયસેમિયાને આ મુજબ નિવારી શકાય છે

  • યોગ્ય વજન જાળવવું
  • નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી
  • તાજા ફળો અને શાકભાજી વધુ ખાવા અને રીફાઇન કરેલા કાર્બોહાઇડ્રેટ્સ ઓછા લેવા
  • સૂચવવામાં આવ્યાં મુજબ ડાયાબિટીસની દવાઓ લેવી
  • બ્લડ શુગરનું નિયમિતપણે નિરીક્ષણ કરવું33,34,35,36