ડાયાબિટીસથી માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે પ્રભાવિત થાય છે?
માનસિક આરોગ્યની સમસ્યાઓ તમારી ડાયાબિટીસની સારવારના પ્લાનમાં અવરોધો પેદા કરી શકે છે. તમારા વિચારો, લાગણીઓ, માન્યતાઓ અને વલણ તમારા શરીરની સિસ્ટમની યોગ્ય કામગીરીને પ્રભાવિત કરી શકે છે. જો તેની સારવાર કરવામાં ના આવે તો, માનસિક આરોગ્યની સમસ્યાઓ ડાયાબિટીસને વધારી શકે છે અને તેનાથી વિપરિત ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ માનસિક આરોગ્યની સમસ્યાઓને વકરાવી શકે છે.
ડીપ્રેશન (હતાશા) એ એક તબીબી સ્થિતિ છે, જેમાં સતત નિરાશાની લાગણી થાય છે અને ઘણીવાર આનંદદાયક પ્રવૃત્તિઓમાંથી રસ ઊડી જાય છે. તે તમારા વ્યાવસાયિક અને અંગત જીવનમાં અસરકારક રીતે કામગીરી કરવાની તમારી ક્ષમતાને અવરોધી શકે છે, જેમાં તમારા ડાયાબિટીસના નિયમનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ડાયાબિટીસ યોગ્ય નિયંત્રણમાં રહેતો નથી ત્યારે હૃદયરોગ અને ચેતાઓને નુકસાન પહોંચવા જેવી જટિલતાઓનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસ ના હોય તેવા લોકોની સરખામણીએ ડાયાબિટીસ ધરાવતા લોકોને હતાશાનો અનુભવ થવાની શક્યતા 2થી 3 ગણી વધારે હોય છે. તેના સારવારના વિકલ્પોમાં થેરાપી, દવાઓ કે તે બંનેના સંયોજનનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે ખૂબ જ અસરકારક હોય છે. સારવાર કર્યા વગર હતાશાની સ્થિતિ સુધરવાને બદલે બદત્તર થતી જાય છે.
હતાશાના લક્ષણોની તીવ્રતા અલગ-અલગ હોય છે અને તેમાં આ મુજબના લક્ષણોનો સમાવેશ થાય છેઃ
- નિરાશા કે ખાણીપણાની લાગણી અનુભવવી
- અગાઉ જે પ્રવૃત્તિમાં મજા આવતી હોય તેમાંથી રસ ગુમાવી દેવો
- ખૂબ વધારે ખાવા લાગવું કે ભૂખ મરી જવી
- ઉંઘની પેટર્ન ખોરવાઈ જવી, જેમાં અનિંદ્રા કે વધારે પડતી ઊંઘનો સમાવેશ થાય છે.
- ધ્યાન કેન્દ્રીત કરવામાં કે નિર્ણય લેવામાં તકલીફ થવી
- થાક લાગવો
- નિરાશાની લાગણી થવી, ચિડીયાપણું, વ્યગ્રતા કે અપરાધભાવ થવો
- દુઃખાવો, પીડા, માથામાં દુઃખાવો, ક્રેમ્પ્સ કે પાચનની સમસ્યાઓ જેવા શારીરિક લક્ષણો
- પોતાને નુકસાન પહોંચાડવાના કે મૃત્યુના વિચારો આવવા
તણાવ અને વ્યગ્રતા એ માનસિક આરોગ્યના ધ્યાન પર લેવા જેવા વધારાના પાસાં છે. તણાવ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે, જે ટ્રાફિકજામ, કૌટુંબિક માંગણીઓ કે પછી ડાયાબિટીસના નિયમનના દૈનિક રૂટિન જેવા વિવિધ સ્રોતોમાંથી ઉદભવી શકે છે. તણાવ પેદા કરનારા હોર્મોન્સ બ્લડ શુગરના લેવલમાં અણધારી વધઘટ થવા તરફ દોરી જઈ શકે છે અને લાંબા સમય સુધી રહેનારો તણાવ ખાસ કરીને કોઈ બીમારી કે ઇજાને કારણે બ્લડ શુગરનું લેવલ વધી શકે છે અને તેના કારણે આરોગ્ય સંબંધિત જટિલતાઓમાં ઉમેરો કરી શકે છે.
વ્યગ્રતા (એન્ક્ઝાઇટી)માં ચિંતા, ભય કે પછી સતત ગભરાયેલા રહેવાની લાગણીઓનો સમાવેશ થાય છે, જે ઘણીવાર ડાયાબિટીસની લાંબાગાળાની સ્થિતિનું નિયમન કરવાની માંગમાંથી ઉદભવ્યો હોઈ શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો ડાયાબિટીસ ડિસ્ટ્રેસ નામની સ્થિતિનો અનુભવ કરતાં હોય છે, જે થોડી તણાવ, હતાશા અને વ્યગ્રતા જેવી જ હોય છે. હતાશાથી વિપરિત ડાયાબિટીસ ડિસ્ટ્રેસને ડાયાબિટીસ સંબંધિત કારણભૂત પરિબળો સાથે પણ જોડી શકાય છે, જેમ કે, હાયપોગ્લાયસેમિયા કે બ્લડ શુગરનું લેવલ ઓછું થઈ જવાનો ભય. કૌટુંબિક અને સામાજિક સપોર્ટ તથા આરોગ્યની સારવાર પૂરી પાડનારી સેવાઓ જેવા બાહ્ય પરિબળો પણ ડાયાબિટીસ ડિસ્ટ્રેસને પ્રભાવિત કરી શકે છે. ડાયાબિટીસ ડિસ્ટ્રેસની સારવાર કરવા માટે દવાઓનો ખાસ કોઈ ઉપયોગ થતો ના હોવાથી, નિષ્ણાતો તણાવને ઘટાડવા માટે ડાયાબિટીસના નિયમને સુધારવાનું, ટૉક થેરાપી અને સપોર્ટ ગ્રૂપ્સની મદદ લેવાનું સૂચવે છે.
તમને જો એવી શંકા હોય કે તમે હતાશા, તણાવ કે વ્યગ્રતાથી પીડાઈ રહ્યાં છો તો, તેની જરૂરી સારવાર શરૂ કરવા માટે તમે તરત જ તમારા હેલ્થકૅર પ્રોવાઇડરનો સંપર્ક કરો તે ખૂબ જ મહત્વનું છે. હતાશાના કિસ્સામાં વહેલો હસ્તક્ષેપ કરવો એ તમારી એકંદર સુખાકારી, જીવનની ગુણવત્તા અને ડાયાબિટીસનું અસરકારક રીતે નિયમન કરવા માટે સવિશેષ ફાયદારૂપ છે.31,32


