હૃદયની નિષ્ફળતા સામેની લડાઈમાં, ટેકનોલોજી એક શક્તિશાળી સાથી તરીકે ઊભરી આવેલ છે, જે આ જીર્ણ રોગાવસ્થા ઉપર અંકુશ રાખવા નવીન રીતો આપે છે અને દર્દીના જીવનની ગુણવતા સુધારે છે.
પહેરી શકાય તેવી સામગ્રીઓ અને દૂરવર્તી દેખરેખ વ્યવસ્થાના સંયોજને વાસ્તવિક સમયનો ડેટા આરોગ્ય સંભાળનાં વ્યવસાયિકોને પૂરો પાડીને અને દર્દીઓને વ્યક્તિગત સંભાળ પૂરી પાડીને, આરોગ્ય સંભાળની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી છે.
ધારણ કરી શકાય તેવા ઉપકરણો: દર્દીઓને ડેટા વડે સશક્ત બનાવવા
- ધારણ કરી શકાય એવા ઉપકરણો જેવા કે સ્માર્ટ વોચીસ અને ફિટનેસ ટ્રેકર્સ પગલા ગણવા અને હૃદયના ધબકારાની દેખરેખ રાખવાથી પણ આગળનાં સાબિત થયેલ છે.
- તેઓ હવે હૃદયનાં ધબકારાનાં દર, લોહીનું દબાણ, ઓક્સીજન સંતુપ્તતા જેવા હૃદયના વિવિધ મેટ્રિકસ, અને આર્ટરીઅલ ફાઈબ્રીલેશન જેવા અનિયમિત હૃદયના લયોને સુદ્ધા પણ શોધીને તેના ઉપર સતત રીતે દેખરેખ દ્વારા હૃદયની નિષ્ફળતાનાં નિયંત્રણમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.
- આ વાસ્તવિક સમયના ડેટા પ્રવાહો તેમને સંભવિત સમસ્યાઓને વહેલી શોધવામાં અને તબીબી ધ્યાન તુરંત મેળવવામાં સક્ષમ બનાવીને, દર્દીઓને તેમના આરોગ્ય અંગે વધુ સક્રિય રહેવા માટે સશક્ત બનાવે છે,
દૂરવર્તી દેખરેખ: આરોગ્ય સંભાળમાં રહેલી ઉણપને પૂર્ણ કરવી
- દૂરવર્તી દેખરેખની વ્યવસ્થા દર્દીઓને ક્લિનિકની નિયમિત મુલાકાત લેવાની ફરજ પાડ્યા વિના હૃદયની ખામી વાળા દર્દીઓ ઉપર ઘનિષ્ઠ દયાન રાખવામાં આરોગ્ય સંભાળના વ્યવસાયિકોને સક્ષમ બનાવે છે.
- આ વ્યવસ્થાઓ દર્દીઓની પ્રગતિ ઉપર ધ્યાન રાખવાનું, સારવારના આયોજનો ગોઠવવાનું, અને જરૂર હોય ત્યારે સક્રિય રીતે દરમિયાન ગીરી કરવાનું આરોગ્ય સંભાળનાં પ્રદાતાઓ માટે સંભવ બનાવીને, તેમના સુધી ધારણ કરી શકાય તેવા ઉપકરણોમાંથી ડેટા મોકલે છે.
- પરિણામે, દૂરવર્તી દેખરેખ દવાખાનામાં ફરીથી દાખલ થવાની ઘટનામાં ઘટાડો કરે છે, દર્દીના અનુપાલનને સુધારે છે અને સમયસરની તબીબી દરમિયાનગીરીઓને અનુકૂળ બનાવે છે.
સંદર્ભો:
- Chaudhry, S. I., Mattera, J. A., Curtis, J. P., Spertus, J. A., Herrin, J., Lin, Z., … & Krumholz, H. M. (2010). Telemonitoring in patients with heart failure. New England Journal of Medicine, 363(24), 2301-2309.
- Marzegalli, M., Lunati, M., Landolina, M., Perego, G. B., Ricci, R. P., Guenzati, G., … & Curnis, A. (2013). Remote monitoring of CRT-ICD: The multicenter Italian CareLink evaluation–ease of use, acceptance, and organizational implications. Pacing and Clinical Electrophysiology, 36(1), 60-68.