ડીસ્લીપીડેમીયાને જો અનિયંત્રિત છોડવામાં આવે તો, અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. અહીં ડીસ્લીપીડેમીયા અંગે થોડા વારંવાર પૂછાતા પ્રશ્નો આપવામાં આવેલા છે:
પ્રશ્ન 1:ડિસ્લિપિડેમિયા શું છે?
ઉત્તર:લોહીમાં લીપીડસ (ચરબી)ની અસામાન્ય માત્રાઓ, ખાસ કરીને કોલેસ્ટ્રોલ અને ટ્રીગલીસેરાઈડસ.
પ્રશ્ન 2:ડીસ્લીપીડેમિયા માટેના જોખમી પરિબળો ક્યાં છે?
ઉત્તર:બેઠાળુ જીવન શૈલી, ખરાબ આહાર, સ્થૂળતા, ધુમ્રપાન, અતિશય શરાબનો ઉપયોગ અને અમુક દવાઓ.
પ્રશ્ન 3:ડીસ્લીપીડેમિયાનું નિદાન કેવી રીતે કરી શકાય છે?
ઉત્તર:એક લીપીડ પ્રોફાઈલ લોહીમાં કોલેસ્ટ્રોલ, એલડીએલ,(LDL) એચડીએલ(HDL) અને ટ્રીગલીસેરાઈડસની માત્રાઓનું માપન કરે છે.
પ્રશ્ન 4:શું ડીસ્લીપીડેમિયાનું દવા વિના નિયંત્રણ કરી શકાય છે?
ઉત્તર:જીવન શૈલીના સુધારા (આહાર) દવા માટેની જરૂરીયાત વિના ડીસ્લીપીડેમિયાનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકે છે.
પ્રશ્ન 5:ડીસ્લીપીડેમિયા માટેના સારવારના વિકલ્પો ક્યાં કયા છે?
ઉત્તર:સ્ટેટીન્સ, જે એલડીએલ (LDL) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને, ફાઈબ્રેટસ કે ઓમેગા -3 ફેટ્ટી એસીડસ, ટ્રીગલીસેરાઈડસની માત્રાઓ ઘટાડે છે.
પ્રશ્ન 6:શું ડીસ્લીપીડેમિયાને ઊલટાવી શકાય છે?
ઉત્તર:સંપૂર્ણ રીતે પલટાવી શકાતો નથી પરંતુ, તેને જીવન શૈલીના ફેરફારો અને ઉચિત દવા દ્વારા અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.
પ્રશ્ન 7:શું ડીસ્લીપીડેમિયા સાથે જોડાયેલી કોઇપણ જટિલતાઓ છે?
ઉત્તર:સારવાર નહીં કરાયેલ ડીસ્લીપીડેમિયા એથેરોસ્કલેરોસીસ, કોરોનરી હૃદય રોગ, હૃદય રોગના હુમલાઓ/આઘાતો અને પેરીફરલ આર્ટરીનાં રોગ જેવી ગંભીર જટિલતાઓનું કારણ બની શકે છે.
પ્રશ્ન 8:શું ડીસ્લીપીડેમિયાને અટકાવી શકાય છે?
ઉત્તર:આનુવંશીક લક્ષણોને સુધારી શકાતા નથી પરંતુ તંદુરસ્ત જીવન શૈલી અપનાવાની બાબત નોંધપાત્ર રીતે જોખમને ઘટાડી શકે છે.
સંદર્ભ:
1.Pappan N, Rehman A. Dyslipidemia. [Updated 2022 Jul 11]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2023 Jan-. Available from: https://www.ncbi.nlm.nih.gov/books/NBK560891/
- Ferraro, R.A., Leucker, T., Martin, S.S. et al.Contemporary Management of Dyslipidemia. Drugs82, 559–576 (2022).