Humrahi

ડાયાબિટીસમાં યોગ્ય આહાર લો અને તંદુરસ્ત જીવન જીવો 

તમે જ્યારે ડાયાબિટીસ સાથે કામ પાર પાડી રહ્યાં હો ત્યારે તમારા જીવનની સારી ગુણવત્તા જાળવવા માટે બ્લડ શુગરનું યોગ્ય રીતે નિયમન કરવું એ ખૂબ જ જરૂરી છે અને આ બાબતને હાંસલ કરવા માટે તંદુરસ્ત આહારપ્રણાલીને અપનાવવી એ એક મહત્વનું પાસું છે. સરળ શબ્દોમાં કહીએ તો, આરોગ્યપ્રદ આહારમાં પૂરતી માત્રામાં અને બ્લડ શુગરને યોગ્ય રેન્જની અંદર જાળવી રાખવા માટે શક્ય એટલા સાતત્યપૂર્ણ રીતે નિશ્ચિત સમયે પૌષ્ટિક આહાર ખાવાનો સમાવેશ થાય છે.

આ માટેની મહત્વની માર્ગદર્શિકામાં સમાવિષ્ટ છેઃ

    1. આરોગ્યપ્રદ કાર્બોહાઇડ્રેટ્સને પસંદ કરવાઃ અહીં એ સમજી લેવું મહત્વનું છે કે, તમામ કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ શુગરના લેવલને પ્રભાવિત કરે છે. આથી, કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા આહારને ઓળખી કાઢવો અને આહાર કેટલી માત્રામાં લેવો તે સંબંધે સમજી-વિચારીને પસંદગીઓ કરવી મહત્વનું બની જાય છે. કાર્બોહાઇડ્રેટ્સના આરોગ્યપ્રદ સ્રોતોને પસંદ કરો, જેમ કે, આખું ધાન જેમ કે, બ્રાઉન રાઇસ, બકવ્હિટ (એક પ્રકારનું અનાજ) અને આખા ઓટ્સ તેમજ ફળો, શાકભાજી તથા ચણા, કઠોળ અને દાળ જેવા લીગમ્સ નોંધપાત્ર તફાવત સર્જી શકે છે. તેની સાથે-સાથે વ્હાઇટ બ્રેડ, વ્હાઇટ રાઇસ અને અત્યંત પ્રોસેસ કરેલા અનાજના વપરાશને ઘટાડવાની સલાહ આપવામાં આવે છે.
    2. મીઠાને મર્યાદિત પ્રમાણમાં ખાઓ
    3. રેડ અને પ્રોસેસ કરેલા માંસને ખાવાનું ઘટાડોઃ તેના બદલે લીગમ્સ (કઠોળ અને દાળ), ઇંડા, માછલી અને પોલ્ટ્રી (જેમ કે ચીકન અને ટર્કી) તેમજ મીઠા વગરના નટ્સના વિકલ્પને ધ્યાનમાં લો.
    4. ફળો અને શાકભાજીનો વપરાશ વધારોs
    5. આરોગ્યપ્રદ હોય તેવા ફેટને પસંદ કરોઃ આરોગ્યપ્રદ ફેટ્સ મીઠા વગરના નટ્સ, સીડ્સ, એવોકાડો, ઓઇલી ફિશ, ઓલિવ ઓઇલ, સરસવના તેલ અને સૂરજમુખીના તેલમાં જોવા મળે છે.
    6. બહારથી ઉમેરવામાં આવતી ખાંડનો ઉપયોગ શક્ય એટલો ઘટાડો
    7. આલ્કોહોલનું સેવન મધ્યમ માત્રામાં કરવું
    8. મિનરલ્સ અને વિટામિન્સને સપ્લિમેન્ટ્સની જગ્યાએ આહારમાંથી મેળવવા30