Humrahi

ડાયાબિટીસ અને હાઇપોગ્લાયસેમિયા

વિવિધ કારણોસર સમગ્ર દિવસ દરમિયાન બ્લડ શુગર (ગ્લુકોઝ)ના લેવલમાં કુદરતી રીતે જ વધારો-ઘટાડો થઈ શકે છે. નાના-નાના ફેરફારો સામાન્ય ગણાય છે અને ધ્યાન પર આવતા પણ નથી, જ્યારે અતિશય નીચું બ્લડ શુગર લેવલ ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ શકે છે. બ્લડ શુગર લેવલ તંદુરસ્ત રેન્જથી પણ નીચે જતું રહે ત્યારે તે હાઇપોગ્લાયસેમિયા તરીકે ઓળખાય છે અને તેને લક્ષિત રેન્જની અંદર લાવવા માટે તેની પર તરત કાર્યવાહી કરવી પડે છે.

હાઇપોગ્લાયસેમિયા સામાન્ય રીતે ઇન્સ્યુલિન કે મોં વાટે ડાયાબિટીસની કેટલીક દવાઓ લેનારા ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળે છે. તે બ્લડ શુગરના અસામાન્ય રીતે નીચા લેવલને કારણે શરીરની યોગ્ય રીતે કામ કરવાની ક્ષમતાને ઘટાડી દે છે. જો તમે ઇન્સ્યુલિન કે ડાયાબિટીસની દવાઓ લેતા હો અને તમને જો હાઇપોગ્લાયસેમિયાના લક્ષણો અનુભવાય, જેમ કે, અસ્થિરતા, ચક્કર આવવા, પરસેવો વળવો કે ભૂખ લાગવી, તો ગ્લુકોઝ મીટરનો ઉપયોગ કરીને તમારા બ્લડ શુગર લેવલને તપાસી લેવું જરૂરી બની જાય છે. જો રીઝલ્ટમાં બ્લડ શુગર લેવલ ઓછું (70 mg/dLથી ઓછું) આવે, તો યોગ્ય પગલાં લો.

હાઇપોગ્લાયસેમિયાના પ્રારંભિક ચિહ્નો પર તરત કાર્યવાહી કરવી જોઇએ. 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ જેમ કે, ગ્લુકોઝની ટેબલેટ, શુગર કેન્ડીઝ, જેલ કેન્ડીઝ, જ્યુસ કે મધ ખાવાથી ઘરે જ બ્લડ શુગરના લેવલને સ્થિર કરવામાં મદદ મળી રહે છે. જેમાં દર્દી બેભાન થઈ ગયાં હોય તેવા ગંભીર કિસ્સામાં તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી બની જાય છે તથા ઇન્જેક્શન મારફતે ગ્લુકોઝ અને નસ મારફતે ફ્લુઇડ્સ આપી શકાય છે.

ડાયાબેટિક હાઇપોગ્લાયસેમિયાના સર્વસામાન્ય કારણોમાં અતિશય ઇન્સ્યુલિન કે ડાયાબિટીસની દવાઓ, અપૂરતો આહાર કે ભોજન લેવું અથવા નાસ્તા લેવામાં મોડું કરવું કે ટાળવો, દવાઓ કે આહારમાં એડજેસ્ટમેન્ટ કર્યા વગર શારીરિક પ્રવૃત્તિઓ વધારી દેવી અને આલ્કોહોલનું સેવન કરવાનો સમાવેશ થાય છે. હાઇપોગ્લાયસેમિયા મગજને અસર કરે છે, જે મૂંઝવણ, ધ્યાન એકાગ્ર કરવામાં તકલીફ પડવી, ચિડીયાપણું, માથામાં દુઃખાવો અને દ્રષ્ટિમાં વિક્ષેપ પડવા જેવા લક્ષણો તરફ દોરી જઈ શકે છે.

ડાયાબેટિક હાઇપોગ્લાયસેમિયાને નિવારવા માટે નિયમિતપણે બ્લડ શુગરના લેવલનું નિરીક્ષણ કરવું, ભોજન અને નાસ્તાના શિડ્યૂલનું સાતત્યપૂર્ણ રીતે પાલન કરવું, ડૉક્ટરે લખી આપેલી દવાઓ લેવી, શારીરિક પ્રવૃત્તિઓ કરી રહ્યાં હો ત્યારે દવાઓમાં એડજેસ્ટમેન્ટ કરવું કે નાસ્તાને વધારવો, લૉ ગ્લુકોઝની પ્રતિક્રિયાનો રેકોર્ડ રાખવો અને ઇમર્જન્સીની સ્થિતિઓ માટે ડાયાબિટીસના દર્દી હોવાની ઓળખને પોતાની પાસે રાખવી જરૂરી બની જાય છે.

આ નિવારક પગલાંઓનું પાલન કરીને અને બ્લડ શુગરના લેવલ પર કાળજીપૂર્વક નિયંત્રણ રાખીને ડાયાબિટીસના દર્દી હાયપોગ્લાયસેમિયાના જોખમ અને તેની સાથે સંકળાયેલી જટિલતાઓને શક્ય એટલી ઘટાડી શકાય છે.16,17