જો મને ઉચો કોલેસ્ટરોલ હોય તો શું થાય?
- કોલેસ્ટ્રોલ કોશો અને અંત:સ્ત્રાવોને મદદ કરીને, આપણા શરીરમાં એક આવશ્યક ભૂમિકા ભજવે છે.
- લો-ડેન્સીટી લીપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલ એ "ખરાબ" કોલેસ્ટ્રોલ છે અને હૃદય રોગ, આઘાત, અને હૃદયવાહિની સંબંધિત રોગાવસ્થાઓના વધેલા જોખમનું કારણ બની શકે છે.
હું મારા કોલેસ્ટ્રોલની દેખરેખ કેવી રીતે રાખું?
- એક સાદું લોહીનું પરીક્ષણ જે લીપીડ પ્રોફાઈલ તરીકે ઓળખાય છે તે કુલ કોલેસ્ટ્રોલ, LDL કોલેસ્ટ્રોલ, હાઈ ડેન્સીટી લિપોપ્રોટીન(HDL) કોલેસ્ટ્રોલ અને ટ્રીગ્લીસેરાઇડની માત્રાઓનું માપન કરે છે.
ક્યાં સક્રિય પગલાઓ મારે લેવા જોઈએ?
- હૃદય માટે તંદુરસ્ત હોય તેવો આહાર અપનાવવો
- નિયમિત રીતે કસરત કરવી
- ધુમ્રપાન કરવું નહીં અને શરાબની માત્રાને સીમિત કરવી
- જો દવા ઉપર હોવ તો, ડોક્ટર પાસે ફોલો અપ લો. (માર્ગદર્શન લો)
તમારે કેટલી વાર તમારી કોલેસ્ટ્રોલની માત્રાઓનું પરીક્ષણ કરાવવું જોઈએ?
એવું સુચવવામાં આવે છે કે તમે તમારી ઉંમર, પારિવારિક ઈતિહાસ અને હાલની આરોગ્યની સ્થિતિઓનાં આધારે દરેક વર્ષે કમ સે કમ એક વાર તમારી કોલેસ્ટ્રોલની માત્રાઓનું પરીક્ષણ કરાવો. તમારે કેટલી વાર તમારી કોલેસ્ટ્રોલનની માત્રાઓનું માપન કરવું જોઈએ તે જાણવા માટે તમારા ડોક્ટરનું માર્ગદર્શન લો.
સંદર્ભો:
- Blood Cholesterol – What is Blood Cholesterol? | NHLBI, NIH. (2022, March 24). Www.nhlbi.nih.gov. https://www.nhlbi.nih.gov/health/blood-cholesterol
- Mayo Clinic . (2019). Cholesterol test – Mayo Clinic. Mayoclinic.org. https://www.mayoclinic.org/tests-procedures/cholesterol-test/about/pac-20384601
- Sundjaja JH, Pandey S. Cholesterol Screening. [Updated 2023 May 1]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2023 Jan-. Available from: https://www.ncbi.nlm.nih.gov/books/NBK560894/