Humrahi

ચિકન ટિક્કા કાથી રોલ

સામગ્રીઃ

  • બોનલેસ ચિકન બ્રેસ્ટ, પટ્ટીઓમાં કાપો – 125g
  • દહીં- ¼ કપ [60 મિલિ]
  • લીંબુનો રસ- ½ ચમચી
  • આદુ-લસણની પેસ્ટ - 7.5ગ્રામ
  • લાલ મરચાની ભૂકી – ½ ચમચી
  • હળદરનો પાવડર - ½ ચમચી
  • ગરમ મસાલા પાવડર - ½ ચમચી
  • જીરું પાવડર - ½ ચમચી
  • મીઠું- સ્વાદ પ્રમાણે
  • તેલ – 1 મોટી ચમચી
  • ડુંગળી– 50g
  • ટામેટાં – 50g
  • ઘઉંનો લોટ – 30g
  • કોથમીર - 15g તાજી
  • ફૂદીનાના પાન – 15g
  • લીલાં મરચાં - 1-2
  • આદુ – 5g
  • મીઠું – સ્વાદ પ્રમાણે

પોષણ મૂલ્યઃ

કેલરી - 392 કિલોકેલરી
પ્રોટીન - 36 ગ્રામ

પદ્ધતિઃ

  1. ચિકનને દહીં, લીંબુનો રસ – લસણની પેસ્ટ, લાલ મરચાંની ભૂકી, હળદર, ગરમ મસાલા, જીરૂ પાવડર, અને મીઠું વડે 30 મિનિટ માટે મેરિનેટ કરો. ખાતરી કરો કે મેરિનેશન ચિકન્ને બરાબર કોટ કરે છે.
  2. ઘઉંનો લોટ બાંધો અને તેને બાજુમાં રાખો.
  3. એક ગ્રીલ પાન ગરમ કરો – 1 ચમચી તેલ ઉમેરો અને મેરિનેટેડ ચિકન ઉમેરો, તેલનો છંટકાવ કરો અને તેને 15-20 મિનિટ સુધી પકાવો. બંને બાજુ પકાવો.
  4. ચિકન ટિક્કા તૈયાર છે – તેને કોથમીરથી સજાવો.
  5. કોથમીરનાં પાન, ફુદીનાનાં પાન, લીલાં મરચાં, આદુ, લસણ, લીંબુનો રસ અને લીંબુને થોડું પાણી વડે સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. વધુ પાણી ઉમેરીને જરૂર મુજબ સ્મૂધ પેસ્ટ બનાવો.
  6. લોટને ચપાટીમાં વણી લો અને તવા પર થોડું તેલ વડે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો
  7. એસેમ્બલ કરવા- લીલી ચટણીનું એક લેયર ચપાટી પર લગાવો. અમુક ચિકન ટિક્કાની પટ્ટી મૂકો, તેના પર ડુંગળી, ટામેટાં, કાકડી અને તાજા શાક રાખો. રેપિંગ પેપરની મદદથી કાળજીપૂર્વક ચપાટીને રોલ કરો

તમને પણ ગમશે