ચિકન ક્વિનોઆ સલાડ
સામગ્રીઃ
- ચિકન બ્રેસ્ટ -50 ગ્રામ
- ક્વિનોઆ – 30g
- ટામેટાં -1/2 નંગ (65 g)
- લીલું કેપ્સિકમ -1/4 નંગ (30 g)
- ડુંગળી- 3/4 કપ (150 g)
- તેલ - 1 મોટી ચમચી
- લીંબુનો રસ-1 મોટી ચમચી
પોષણ મૂલ્યઃ
કેલરી - 260 કિલોકેલરી
પ્રોટીન – 15.5 ગ્રામ
પદ્ધતિઃ
- ક્વિનોઆને 3-4 કલાક પલાળી રાખો.
- એક તપેલી લો, તેમાં 2 કપ પાણી અને ચપટી મીઠું ઉમેરો. ક્વિનોઆ ઉમેરો અને તે નરમ ન થાય ત્યાં સુધી રાંધો
- 15-20 મિનિટ માટે ચિકનને પ્રેશર કુકરમાં રાંધો. ઢાંકણને હટાવીને થોડીવાર ઠંડુ થવા દો.
- આ દરમિયાન, ઉલ્લેખિત તમામ શાકભાજીને કાપી લો.
- બધું એકસાથે ભેગું કરો – બાઉલમાં ક્વિનોઆને , ચિકન અને કાપેલાં શાકભાજીને એક સાથે મિક્સ કરો, સિઝનિંગ અને લીંબુનો રસ સ્વાદ અનુસાર ઉમેરો.
- તાજી કોથમીરથી સજાઓ.