ડાયાબિટીસ, હાયપરટેન્સન અને આઘાત સાથેના સંબંધ અંગે તપાસ કરવી.
ડાયાબિટીસ સાથે લિંક
- ઉચ્ચ ખરાબ (LDL) કોલેસ્ટરોલ અને ટ્રીગ્લીસેરાઈડસ ટાઈપ 2 ડાયાબીટીસ સાથે જોડાયેલા છે.
- તેઓ સ્વાદુપિંડના બીટા-કોશની ખામી અને શર્કરાના બગડતા જતા નિયંત્રણનાં જોખમમાં વધારાનું કારણ બને છે .
- ડાયાબિટીસ ડીસલીપીડેમિયાને વધુ ગંભીર બનાવે છે અને હૃદયવાહિની સંબંધિત જોખમને વધારે છે.
હાયપરટેન્સન સાથેનું જોડાણ
- ઉચ્ચ ખરાબ કોલેસ્ટરોલ રકતવાહિનીઓને સાંકળી બનાવવામાં અને લોહીના દબાણને વધારવામાં યોગદાન આપે છે.
- આ બાબત હૃદય રોગના હુમલાઓ જેવા હૃદય વાહિની સંબંધિત જોખમનાં વધવા માટેનું કારણ બને છે.
આઘાત(સ્ટ્રોક) સાથેનું જોડાણ
- ઉન્નત ખરાબ કોલેસ્ટરોલની માત્રાઓ મગજને લોહી પૂરી પાડતી ધમનીઓની અંદર છારીની રચના થવાનું કારણ બને છે.
- છારીઓ લોહીના ગઠ્ઠા સર્જે છે અને મગજને લોહીનો પ્રવાહ મળતો અટકાવે છે, જે આઘાત (સ્ટ્રોક)માં પરીણમે છે.
ડીસલીપીડેમિયા હકીકતમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન અને આઘાતનું કારણ બની શકે છે અને અન્યોન્ય રીતે. તમારા ડોકટરો તમારી કોલેસ્ટરોલનો માત્રાઓ ઉપર અંકુશ રાખવામાં મદદ કરવા માટે દવાઓ (સ્ટેટીન્સ અથવા ફાઈબ્રેટસ) સુચવી શકે છે.
સંદર્ભો:
- Sharma, A., Mittal, S., Aggarwal, R. et al. Diabetes and cardiovascular disease: inter-relation of risk factors and treatment. Futur J Pharm Sci 6, 130 (2020).
- Lu S, Bao MY, Miao SM, et al. Prevalence of hypertension, diabetes, and dyslipidemia, and their additive effects on myocardial infarction and stroke: a cross-sectional study in Nanjing, China. Ann Transl Med. 2019;7(18):436