Humrahi

એવોકાડો અને કૉલિફ્લાવર હમસ

સામગ્રીઃ

બાફેલા ચણા - 1 કપ
એવોકાડો - 1 મીડિયમ સાઇઝનું
ફુલાવર - 1 મીડિયમ સાઇઝનું
તલ - 1 કપ (તાહિની બનાવવા માટે)
ઓલિવ ઓઇલ - 1 મોટી ચમચી
લીંબુનો રસ - 2 મોટી ચમચી
3 લસણની કળીઓ
જીરું - 1/4 મોટી ચમચી
મીઠું – સ્વાદ મુજબ
કાળા મરી - સ્વાદ મુજબ
લાલ મરચાંનાં બી - ટૉપિંગ માટે

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 180 કિલો કેલરી
પ્રોટીનઃ 14.5 ગ્રામ

પદ્ધતિઃ

  • તાહિની બનાવવા માટે તલને શેકી નાંખો અને જ્યાં સુધી તલ કકરાં ના થઈ જાય ત્યાં સુધી શકતા રહો, આ જ મિશ્રણમાં 1/2 મોટી ચમચી ઓલિવ ઓઇલ ઉમેરો અને તેને બ્લેન્ડ કરીને સુંવાળી પેસ્ટ બનાવવો.
  • એક ફૂડ પ્રોસેસરમાં ચણા, તાહિની, લીંબુનો રસ, જીરાનો પાઉડર, લસણની કળીઓ અને થોડાં બરફના ટુકડાં ઉમેરો અને મુલાયમ જાડી રગડા જેવી પેસ્ટ બનાવો.
  • જ્યાં સુધી તે તમારી ઇચ્છા મુજબ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેમાં ક્રમશઃ રીતે એક વખતે એક ચમચી તેલ ઉમેરતા જાઓ.
  • તેમાં મીઠું અને કાળા મરી નાંખો. હવે બેઝ તૈયાર થઈ ગયો છે.
  • એવોકાડો વર્ઝન બનાવવા માટે બેઝમાં છાલ કાઢી લીધેલા અને સમારેલા એવોકાડો ઉમેરો અને મુલાયમ પેસ્ટ બનાવવા માટે તેને બ્લેન્ડ કરી દો.
  • વાટકામાં પીરસો, તેની પર ઓલિવ ઓઇલ અને ચિલી ફ્લેક્સ ભભરાવો.
  • કૉલિફ્લાવર વર્ઝન બનાવવા માટે અગાઉથી ગરમ કરેલા અવનમાં ફુલાવરને તેલ, મીઠા અને મરીની સાથે ટૉસ કરો.
  • તે નરમ ના થઈ જાય ત્યાં સુધી તેને 20-25 મિનિટ બૅક કરો. (તમે બૅકને બદલે ફુલાવરને રોસ્ટિંગ રૅક પર શેકી પણ શકો છો). તેને ઠંડુ પડવા દો.
  • બેઝમાં શેકેલા ફુલાવરને ઉમેરો અને મુલાયમ પેસ્ટ બનાવવા માટે તેને બ્લેન્ડ કરો.
  • વાટકામાં પીરસો, તેની પર ઓલિવ ઓઇલ અને ચિલી ફ્લેક્સ ભભરાવો.

તમને પણ ગમશે