Humrahi

અમરેન્થ બરિટો બાઉલ

સામગ્રીઃ

  • 1 કપ પાણી
  • 1/2 કપ અમરેન્થ
  • બાફેલા રાજમા
  • ટામેટા (1/2 કપ)
  • ડુંગળી (1/2 કપ)
  • લીલા વટાણા (1/4 કપ)
  • ગાજર (1/4 કપ)
  • મકાઈ (1/2 કપ)
  • લીંબુનો રસ
  • 1/2 કપ ખાટું ક્રીમ

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 626 કિલો કેલરી
પ્રોટીનઃ 20.68 ગ્રામ

પદ્ધતિઃ

  • એક પેનમાં અમરેન્થ અને 1 કપ પાણીને ઉકાળો, આંચને મધ્યમ-ઓછી કરી દો અને 20 મિનિટ સુધી તેને ધીમી આંચે રાંધો, જ્યાં સુધી જાડી રાબ ના બની જાય ત્યાં સુધી, વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો. તેને ગેસ પરથી ઉતારી લો. તેને થોડી વાર ઠંડું પડવા દો.
  • લીલા વટણા, ગાજર અને મકાઈને 2 કપ પાણીમાં બાફી લો, પાણી નિતારી લો અને તેને બાજુ પર મૂકી દો.
  • રાત્રે પલાળી રાખેલા રાજમાને 1/2 ચમચી મીઠાની સાથે પ્રેશર કૂકરમાં 5 સીટી મારીને બાફી નાંખો. એક પેનમાં તેલ ગરમ કરો, તેની પર રાજમા અને તમામ મસાલા નાંખો અને 2 મિનિટ સુધી તેને મધ્યમ આંચે રાંધો. પોટેટો મેશરનો ઉપયોગ કરીને તેને થોડાં છૂંદી નાંખો.
  • કાચા સાલ્સા બનાવવા માટે - ડુંગળી, ટામેટા, લીંબુનો રસ, મીઠું, કાળા મરી અને લાલ મરચાંના પાઉડરને ઉમેરો. ચમચીના પાછળ ભાગનો ઉપયોગ કરીને આ તમામ સામગ્રીને છૂંદી નાંખો અને સારી રીતે મિક્સ કરી લો.
  • બરિટોઝ બાઉલ તૈયાર કરવા માટે, રાજમા, રાંધેલા અમરેન્થ, ખાટા ક્રીમ અને સાલ્સાને 4 સરખા ભાગમાં વહેંચી લો. પીરસવા માટે પહેલું લેયર અમરેન્થનું બનાવો, ત્યારબાદ રાજમા પાથરો, તેની ઉપર સાલ્સા અને ખાટા ક્રીમને પાથરો. આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો અને ગરમાગરમ પીરસો.

તમને પણ ગમશે