અડાઈ
સામગ્રીઃ
- 1/2 કપ છડેલા ઘઉં (રાબ)
- 1/4 કપ ફોતરાવાળી મગની દાળ
- 2 મોટી ચમચી અડદની દાળ.
- 2 મોટી ચમચી અડદની દાળ.
- 1 મોટી ચમચી મેંથીના દાણા
- 1/4 કપ જીણી સમારેલી ડુંગળી ચપટી હીંગ
- 1 મોટી ચમચી આદુ-મરચાંની પેસ્ટ
- 2 મોટી ચમચી જીણી સમારેલી કોથમીર, 1/4 મોટી ચમચી હળદર
- 1/4 મોટી ચમચી હળદર
- 1 મોટી ચમચી સમારેલા મીઠા લીમડાંના પાન, સ્વાદ મુજબ મીઠું
- રાંધવા માટે 3 મોટી ચમચી તેલ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 32 કિલો કેલરી
પ્રોટીનઃ 1.3 ગ્રામ
પદ્ધતિઃ
- છડેલા ઘઉં, ફોતરાવાળી મગની દાળ, મસૂરની દાળ, અડદનીદાળ અને મેંથીના દાણાંને એક ઊંડા વાડકામાં ભેગા કરી લો અને 2 કલાક સુધી પૂરતા પાણીમાં પલાળો અને ત્યારબાદ પાણીને સારી રીતે નિતારી લો.
- લગભગ 3/4 પાણીની સાથે તેને મિક્સરમાં બરછટ મિશ્રણ થાય તે રીતે બ્લેન્ડ કરી લો.
- આ મિશ્રણને ઊંડા વાડકામાં કાઢી લો, તેમાં ડુંગળી, હીંગ, આદુ-મરચાંની પેસ્ટ, કોથમીર, હળદર, મીઠા લીમડાના પાન અને મીઠું સારી રીતે મિક્સ કરી લો.
- નોન-સ્ટિક તવાને ગરમ કરો, તેની પર થોડું પાણી છાંટો અને મલમલના કપડાંનો ઉપયોગ કરીને તેને હળવેથી લૂંછી કાઢો.
- એક કડછી ભરીને બેટર તેની પર પાથરો અને 125 મિમી (5’’) વ્યાસનો પાતળો પુલ્લો બનાવવા માટે તેને ગોળ ફેલાવી દો.
- તેની પર અને કિનારીઓ પર 1/8 મોટી ચમચી તેલ લગાવો અને જ્યાં સુધી અડાઈ બંને બાજુએથી સોનેરી-કથ્થઈ રંગનો ના થઈ જાય ત્યાં સુધી તેને મધ્યમ આંચે રાંધો.
- તેને અડધો વાળીને અર્ધ-વર્તુળ બનાવો અને આવા વધુ 23 અડાઈ બનાવવા માટે અહીં ઉપર જણાવેલા સ્ટેપ્સનું પુનરાવર્તન કરો.
- તરત પીરસો