મીઠું અને સોડીયમની ઊંચી માત્રાઓવાળા ખોરાકો લેવાનું ટાળો.
- જ્યારે રસોઈ બનાવો ત્યારે ઘણા બધા મીઠાનો ઉપયોગ કરવાનું ટાળો.
- તેના બદલે, તમારી રસોઈમાં સ્વાદ ઉમેરવા માટે વનસ્પતિઓ અને મસાલાઓનો ઉપયોગ કરો.
- પ્રોસેસ કરાયેલ ખોરાકો, ફાસ્ટ ફૂડ અને સ્પોર્ટસ ડ્રીંકસથી દૂર રહો.
- કેનવાળા ખોરાકોથી દૂર રહો કારણ કે તે મુખ્યત્વે મીઠામાં સમૃદ્ધ હોય છે.
નિયંત્રિત શ્વાસોચ્છવાસ
- તમારી પીઠ ઉપર સ્વસ્થતા પૂર્વક સુઈ રહો.
- તમારા હાથોને તમારી છાતી ઉપર અને પાંસડીનાં પાંજરા નીચે મૂકો.
- તમારા નાક મારફત શ્વાસ ધીમેં ધીએ અંદર લો અને પેટને વધતું હોવાનું અનુભવો.
- પેટના સ્નાયુનોને મજબૂત રાખીને, 5 સુધીની ગણતરી કરતા જઈને ધીમેં ધીમે શ્વાસ બહાર કાઢો.
- નિયમિત અને ધીમા શ્વાસોચ્છવાસ રાખીને 10 વખત પુનરાવર્તન કરો.
ચાલવાનો આનંદ લો.
- દરરોજ અથવા સપ્તાહના મોટા ભાગના દિવસો ઉપર કમ સે કમ 30 મિનીટ સુધી કસરત કરો.
- શરૂઆત કરનારાઓ માટે, ધીમી તીવ્રતાની ચાલવાની કે તરવાની ક્રિયા સારા વિકલ્પો છે.
- કસરતના કોઇપણ કાર્યક્રમોની શરૂઆત કરતા પહેલા, હંમેશા તમારા ડોક્ટરનું માર્ગદર્શન લો.
તમારા આહારમાં પોટેસીયમમાં સમૃદ્ધ ખોરાકો ઉમેરો.
- તમારે જે ખોરાકો ઉમેરવા જોઈએ તેમાં રતાળુ, ટમેટા, રાજમા, નારંગીનો જ્યુસ, કેળા, વટાણા, બટેટા, સુકા મેવા, તરબૂચ અને ટેટી એક ચીભડાનો સમાવેશ થાય છે .
સંગીતને સાંભળો.
- દિવસના 2 થી 3 વાર કમ સે કમ 30 મિનીટ સુધી યોગ્ય પ્રકારનું સંગીત સાંભળો.
- ધીમી ઝડપ અને ઓછી આવૃત્તિવાળું સંગીત, લીરીક્સ વિના કે મોટા અવાજવાળા વાદ્ય વિનાનું, લોકોને શાંત કરી શકે છે.
તમારા વજન ઉપર દેખરેખ રાખો.
- યોગ્ય આહાર અને નિયમિત કસરત ગર્ભાવસ્થા દરમિયાન તમારા વજન વધારા ઉપર અંકુશ રાખવા માટેની રીતો છે.
- વધુ પડતા વજનવાળા હોવાની બાબત ગર્ભાવસ્થા સાથે સંબંધિત વધારાની સમસ્યાઓ જેવી કે પીઠનો દુખાવો, થાક અને પગની જકડન ઊભી કરે છે.
સંદર્ભો:
- “High Blood Pressure during Pregnancy.” Centers for Disease Control and Prevention, 2019, www.cdc.gov/bloodpressure/pregnancy.htm.
- Kattah, Andrea G., and Vesna D. Garovic. “The Management of Hypertension in Pregnancy.” Advances in Chronic Kidney Disease, vol. 20, no. 3, May 2013, pp. 229–239, https://doi.org/10.1053/j.ackd.2013.01.014.