Humrahi

સિરીંજ દ્વારા યોગ્ય ઇન્સ્યુલિન ઇન્જેક્શન તકનીકને અનુસરવાનું મહત્વ

ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાની યોગ્ય ટેકનિક એ બ્લડ શુગરના સ્તરને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા જેમને ઇન્સ્યુલિન થેરાપી લેવાની જરૂર છે, તેવા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાની યોગ્ય ટેકનિકનું પાલન કરીને ડાયાબિટીસના દર્દીઓ ઇન્સ્યુલિનને અસરકારક રીતે શરીરમાં પહોંચાડી શકે છે, બ્લડ શુગરને વધુ સારી રીતે નિયંત્રણમાં રાખી શકે છે અને ઇન્સ્યુલિનને શરીરમાં અયોગ્ય રીતે દાખલ કરવા સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકે છે. ઇન્સ્યુલિન થેરાપી અને ઇન્જેક્શન ટેકનિક પર વ્યક્તિગત માર્ગદર્શન મેળવવા માટે તમારા હેલ્થકૅર પ્રોફેશનલની સલાહ લેવી જરૂરી બની જાય છે.

ઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાની યોગ્ય ટેકનિક શા માટે મહત્વની છે, તેના મુખ્ય કારણોઃ

  1. ઇન્સ્યુલિનની સચોટ માત્રા: બ્લડ શુગરનું યોગ્ય સ્તર જાળવી રાખવા માટે ઇન્સ્યુલિનને સચોટ રીતે આપવું એ ખૂબ મહત્વનું બની જાય છે. ઇન્સ્યુલિનને દાખલ કરવાની યોગ્ય ટેકનિક એ વાતની ખાતરી કરે છે કે, ઇન્સ્યુલિનની યોગ્ય માત્રા સતત શરીરમાં પહોંચે. જો શરીરમાં તેની યોગ્ય માત્રા પહોંચે તો તે હાઇપરગ્લાયસેમિયા (ઊંચું બ્લડ શુગર) અને હાઇપોગ્લાયસેમિયા (નીચું બ્લડ શુગર)ની ઘટનાઓને રોકે છે, જે આરોગ્ય સંબંધિત ગંભીર પરિણામો પેદા કરનારી સ્થિતિઓ છે.
  2. ઇન્સ્યુલિનનું સાતત્યપૂર્ણ રીતે અવશોષણઃઇન્જેક્શનની યોગ્ય જગ્યા અને એન્ગલ લોહીના પ્રવાહમાં ઇન્સ્યુલિનનું યોગ્ય રીતે અવશોષણ થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઇન્જેક્શનની ભલામણ કરવામાં આવેલી ટેકનિકનું પાલન કરીને ડાયાબિટીસના દર્દીઓ ઇન્સ્યુલિનના અવશોષણની સાતત્યતા અને પૂર્વાનુમાનની શક્યતાને વધારી શકે છે. તે દિવસ દરમિયાન બ્લડ શુગરના લેવલને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે.
  3. જટિલતાઓને શક્ય એટલી ઘટાડવીઃએક જ જગ્યાએ એકથી વધારે વખત ઇન્જેક્શન લેવાથી કે એકની એક સોયનો ફરી-ફરીને ઉપયોગ કરવાથી ચામડીની નીચે ચરબી (સબ-ક્યુટેનીયસ ફેટ) (લિપોહાઇપરટ્રોફી) જમા થઈ શકે છે. આ ભાગમાં ઇન્જેક્શન દાખલ કરવાથી ઇન્સ્યુલિનનનું અનિયમિત રીતે અવશોષણ થાય છે, બ્લડ શુગરનું લેવલ અનિયંત્રિત રહે છે અને હાઇપોગ્લાયસેમિયાની ઘટના ઘટી શકે છે. વધુમાં તલ/મસા, ચાઠા કે જ્યાં બળતરા થતી હોય તેવી ચામડીના ભાગમાંથી ઇન્સ્યુલિન દાખલ કરવાથી ત્યાં દુઃખાવો થઈ શકે છે, ચેપ લાગી શકે કે માંસપેશીઓને નુકસાન પહોંચી શકે છે. યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરીને અને ઇન્જેક્શન આપવાની જગ્યા બદલીને ડાયાબિટીસના દર્દી આ પ્રકારની જટિલતાઓના જોખમને ઘટાડી શકે છે. નિયમિતપણે ઇન્સ્યુલિન લઈ રહેલા દર્દીઓએ નિયમિતપણે લેવામાં આવતી કાળજીના ભાગરૂપે વર્ષમાં ઓછામાં ઓછી એક વખત ઇન્જેક્શનની જગ્યાને ચકાસવી જોઇએ.
  4. જીવનની ગુણવત્તા સુધારવીઃઇન્સ્યુલિનને શરીરમાં દાખલ કરવાની યોગ્ય ટેકનિક ડાયાબિટીસના દર્દીઓની જીવનની એકંદર ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. બ્લડ શુગરને સારી રીતે નિયંત્રણમાં રાખીને તેઓ કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ, કીડનીને નુકસાન પહોંચવું, ચેતાઓને નુકસાન પહોંચવું અને દ્રષ્ટિની સમસ્યાઓ પેદા થવા જવી લાંબાગાળાની જટિલતાઓના જોખમને શક્ય એટલું ઘટાડી શકે છે. બ્લડ શુગરના લેવલને સ્થિર જાળવી રાખવાથી તે સંતોષજનક રીતે સારવાર સુધારતું હોવાનું જાણવા મળ્યું છે અને તે વ્યક્તિને વધુ ઊર્જાવાન, એકાગ્ર હોવાનો અનુભવ કરાવે છે તથા તેઓ દૈનિક પ્રવૃત્તિઓમાં સારી રીતે સામેલ થઈ શકે છે.
  5. વ્યક્તિગત સલામતીઃઇન્જેક્શનની સાચી ટેકનિકનું પાલન કરવાથી સોયથી થતી ઇજાઓ અને તેનાથી લાગતા ચેપના જોખમને ઘટાડીને તે તમારી વ્યક્તિગત સલામતીને વધારે છે. અણીદાર ચીજોનો નિકાલ કરવાના નિયત કન્ટેનરોમાં સોયનો યોગ્ય રીતે નિકાલ કરવાથી અને તેને સાવચેતીપૂર્વક હેન્ડલ કરવાથી વ્યક્તિ પોતાને અને અન્ય લોકોને તેના સંભવિત નુકસાનથી બચાવી શકે છે. ઇન્સ્યુલિન કેવી રીતે અને ક્યારે લેવું, તેની કેવી આડઅસરો થાય છે અને તમારે બીજા કેવા ફેરફારો કરવા જરૂરી છે, તે જાણવા તમારા ડૉક્ટરની સલાહ લો.28,29