Humrahi

ડાયબિટીસ અને કસરત

કસરત એ ડાયાબિટીસનું નિયમન કરવાનું એક મહત્વનું પાસું છે, જેનાથી ઘણાં બધાં લાભ થાય છે, જેમ કે, બ્લડ શુગરનું લેવલ સુધરે છે, ફિટનેસમાં વધારો થાય છે, વજન નિયંત્રણમાં રહે છે અને હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ ઘટે છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા અને એકંદર સુખાકારીને વધારે છે.

તમને સક્રિય રાખતી કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ પછી તે ડાન્સિંગ હોય, સ્વિમિંગ હોય, ચાલવાનું હોય કે કોઈ કામગીરી હોય, તેને કસરત ગણવામાં આવી શકે છે. તમને જે પ્રવૃત્તિ કરવામાં મજા આવતી હોય તેને પસંદ કરો. આરોગ્યના શ્રેષ્ઠ લાભ મેળવવા માટે એક અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમથી તીવ્ર પ્રવૃત્તિ કરવાનું લક્ષ્ય રાખો, જેમ કે, ઝડપથી ચાલવું, સ્વિમિંગ કરવું કે સાઇકલ ચલાવવી.

અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન અઠવાડિયાના ઓછામાં ઓછામાં 5 દિવસ 30 મિનિટની મધ્યમથી તીવ્ર એરોબિક કસરત કરવાની ભલામણ કરે છે. તમે 3 દિવસ તમારી પ્રવૃત્તિ કરી શકો છો અને 2થી વધારે દિવસો કસરત કરવાનું ટાળી શકો છો. ચાલવું એ કસરતનો ખૂબ જ સરળ અને અસરકારક વિકલ્પ છે, જેને તમારી દિનચર્યામાં સામેલ કરી શકાય છે.

શરીરમાં પાણીનું યોગ્ય સ્તર જાળવો, યોગ્ય ફૂટવૅર પહેરો, તમારા પગને શુષ્ક રાખો અને કસરત કરતી વખતે હાઇપોગ્લાયસેમિયાનું ધ્યાન રાખો. તમારી વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં તમારા બ્લડ શુગરના લેવલને તપાસી લો. જો કસરત કરતાં પહેલાં તમારું બ્લડ શુગર લેવલ 100 mg/dL (5.6 mmol/L)થી ઓછું હોય તો તમારે થોડી માત્રામાં કાર્બોહાઇડ્રેટ ધરાવતો નાસ્તો કરી લેવો જોઇએ.

બ્લડ શુગરનું લેવલ 100થી 250 mg/dL (5.6થી 13.9 mmol/L)ની વચ્ચે હોય તો તે કસરત માટે સલામત ગણાય છે, જ્યારે બ્લડ શુગર લેવલ 250 mg/dL (13.9 mmol/L)થી વધારે હોય તો તમારે સાવચેતીની સાથે કસરત કરવી જોઇએ અને કીટોનનું ટેસ્ટિંગ કરવું જરૂરી બની જાય છે. જો તમારું બ્લડ શુગરનું લેવલ 70 mg/dL (3.0 mmol/L)થી ઘટી જાય કે તમને બ્લડ શુગર લેવલ ઘટી જવાના લક્ષણો અનુભવાય તો તરત જ કસરત કરવાનું બંધ કરી દો.

તમે કસરત કરવાનું બંધ કરો તેની સાથે જ તમારા બ્લડ શુગરના લેવલને તપાસો અને આગામી થોડા કલાકો દરમિયાન તેને વારંવાર તપાસતા રહો. કસરત કર્યાના ચારથી આઠ કલાક પછી પણ બ્લડ શુગર લેવલ નીચું રહી શકે છે. તમારા વર્કઆઉટ બાદ સ્લો-એક્ટિંગ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો નાસ્તો કરવાથી તમારા બ્લડ શુગરને ઘટતું અટકાવી શકાય છે.

તમારા ડાયાબિટીસના નિયમનના સંબંધમાં તમારા કસરતના પ્લાનની ચર્ચા કરવા માટે તમારા હેલ્થકૅર પ્રોવાઇડરની સલાહ લો.14,15