Humrahi

ડાયાબિટિસ પીએડી

ડાયાબિટિસ, એક દીર્ઘકાલિન ચયાપચય વિકાર છે, જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે, સામાન્યપણે ઘણી જટીલતાઓ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિનાં જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરે છે. આ જટીલતાઓમાં, ડાયાબિટિક પેરિફેરલ આર્ટરી ડિસિઝ (પીએડી) વિશેષ રીતે ઘાતક સ્થિતિ છે. આ બ્લોગનો ઉદ્દેશ ડાયાબિટિક પીએડી, તેના કારણો, લક્ષણો, નિદાન, સારવાર વિકલ્પો અને સક્રિય સંચાલનનાં મહત્ત્વની વ્યાપક સમજ પૂરી પાડવાનો છે. અહીં રજૂ કરેલી માહિતી વિશેષ રીતે ભારતીય વસતી સાથે સંબંધિત છે, જેમાં ડાયાબિટિસનું પ્રચલન એક નોંધપાત્ર ચિંતા છે.

પેરિફેરલ આર્ટરી ડિસિઝ, જેને સામાન્યપણે પીએડી તરીકે ઓળખવામાં આવે છે, તે એક એવી સ્થિતિ છે, જે મુખ્ય રીતે પગમાં ધમનીઓને અસર કરે છે, જેનાથી નીચલા છેડાના ભાગોમાં રક્તનો પ્રવાહ મર્યાદિત થાય છે. ડાયાબિટિસથી પિડાતી વ્યક્તિના કિસ્સામાં, આ સ્થિતિને ડાયાબિટિક પીએડીનું વિશિષ્ટ નામ આપવામાં આવે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ એથરોસ્ક્લેરોસિસ છે, જે ધમનીઓમાં જમા થયેલી ચરબી અથવા પ્લેક છે, જે તેમને સાંકળી અને સખત બનાવે છે. ડાયાબિટિસના સંદર્ભમાં રક્તમાં શર્કરાનાં ઊંચા સ્તર એથરોસ્ક્લેરોસિસના વિકાસ અને પ્રગતિમાં યોગદાન આપે છે.

ડાયાબિટિક પીએડીનું પ્રચલન

ભારતમાં ડાયાબિટિસ એક વધી રહેલી સ્વાસ્થ્યની કટોકટી છે, જેમાં 2021 સુધીમાં અંદાજિત 101 મિલિયન લોકો આનાથી અસર પામ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. આટલા ઊંચા પ્રમાણમાં ડાયાબિટિસની સાથે ડાયાબિટિક પીએડીની ઘટના પણ ઘણી નોંધપાત્ર છે, જો કે મોટે ભાગે તેનું નિદાન થતું નથી. પીએડી 50 વર્ષથી વધુની વયના લોકોમાં ડાયાબિટિસથી પિડાતી 3 વ્યક્તિમાંથી લગભગ 1ને અસર કરે છે અને હાર્ટ એટેક તથા સ્ટ્રોકના વિકાસનું જોખમ વધારે છે.

ડાયાબિટિક પીએડીના લક્ષણો

ડાયાબિટિક પીએડી જ્યાં સુધી તે એડવાન્સ સ્ટેજ સુધી ન પહોંચે ત્યાં સુધી મોટે ભાગે ચુપચાપ વધે છે. સામાન્ય લક્ષણોમાં સામેલ છેઃ

  1. અનિયમિત અંતરાલે અકડામણઃ આ પીએડીનું સૌથી ક્લાસિક લક્ષણ છે, જેમાં શારીરિક પ્રવૃત્તિ દરમિયાન પગનાં સ્નાયુઓમાં દુઃખાવો, ખેંચાઇ જવા અથવા નબળાઇ વિશેષપણે હોય છે.
  2. સંવેદન શૂન્યતા અને ખાલી ચડવીઃ ડાયાબિટિક પીએડીથી પિડાતી વ્યક્તિને તેમના પગ અથવા પંજામાં સંવેદનાના અભાવનો અનુભવ થઈ શકે છે.
  3. ત્વચામાં ફેરફારઃ પગ અથવા પંજા પરની ત્વચા ચમકદાર, લીસી અથવા ફિક્કી દેખાઇ શકે છે.
  4. ઘા પર ધીમી ગતિએ રૂઝ આવવીઃ પગમાં રક્ત પ્રવાહ ઘટવાને લીધે ઘા અથવા ઝખમ પર ધીમી ગતિએ રૂઝ આવી શકે છે, જે ચેપનું જોખમ વધારે છે.
  5. ઠંડા પગ અથવા પંજાઃ ઘટેલા રૂધિરાભિસરણને લીધે પગ અથવા પંજા સ્પર્શ કરવા પર ઠંડા લાગી શકે છે.

નિદાન અને શોધ

વહેલું નિદાન ડાયાબિટિક પીએડીનાં અસરકારક સંચાલન માટે મહત્ત્વપૂર્ણ છે. એન્કલ બ્રેકિઅલ ઇન્ડેક્સ (એબીઆઇ), ડુપ્લેક્સ અલ્ટ્રાસાઉન્ડ અને મેગ્નેટિક રેઝોનન્સ એન્જિઓગ્રાફી જેવા નોન-ઇન્વેસિવ પરીક્ષણો રક્ત પ્રવાહમાં અવરોધોને ઓળખવામાં મદદ કરી શકે છે. કેટલાક કિસ્સામાં વધુ ઇન્વેસિવ પ્રક્રિયા એન્જિઓગ્રામની પણ આવશ્યકતા પડી શકે છે.

સારવારના વિકલ્પો

એક વખત નિદાન થાય ત્યાર પછી, ડાયાબિટિક પીએડીની સારવાર લક્ષણોને નિયંત્રિત કરવા, રોગની પ્રગતિને ધીમી પાડવા અને જટીલતાઓનાં જોખમને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. સામાન્યપણે નીચેના અભિગમો અપનાવવામાં આવે છેઃ

  1. જીવનશૈલીમાં ફેરફારઃ દર્દીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા એ સામાન્યપણે પ્રથમ પગલું હોય છે. તેમાં ધુમ્રપાન છોડવું, નિયમિત કસરત અને હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક આહારનો સમાવેશ થાય છે.
  2. દવાઓઃ એન્ટિપ્લેટેલેટ એજન્ટ્સ અને કોલેસ્ટ્રોલને ઘટાડતી દવાઓ જેવી દવાઓ જોખમી પરિબળોને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
  3. લઘુત્તમ ઇન્વેસિવ પ્રક્રિયાઓઃ એડવાન્સ કિસ્સાઓ માટે એન્જિઓપ્લાસ્ટી અને સ્ટેન્ટ મૂકવા જેવી ઓછી ઇન્વેસિવ પ્રક્રિયાઓની ભલામણ કરવામાં આવી શકે છે.
  4. સર્જરીઃ ગંભીર કિસ્સાઓમાં, બ્લોક થયેલી ધમનીની આસપાસ રક્ત પ્રવાહને પુનઃવ્યવસ્થિત કરવા માટે બાયપાસ સર્જરીની પણ આવશ્યકતા પડી શકે છે.

ડાયાબિટિક પીએડીને રોકવો

નિવારણ મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને ભારતીય સંબંધમાં, જ્યાં ડાયાબિટિસ પ્રચલિત છે. ઘણા મુખ્ય પગલાં ડાયાબિટિક પીએડીના વિકાસનાં જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છેઃ

  1. રક્તમાં શર્કરાનું નિયંત્રણઃ ડાયાબિટિક પીએડીને રોકવા માટે રક્તમાં શકર્રાનાં ઇષ્ટતમ સ્તર જાળવી રાખવા સર્વોપરી છે.
  2. નિયમિત કસરતઃ નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં સામેલ થવાથી રૂધિરાભિસરણ અને હૃદયનાં એકંદર સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ચાલવાથી પીએડીની સારવાર અને નિવારણ બંનેમાં મદદ મળી શકે છે.
  3. આહારની પસંદગીઓઃ ઓછા સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ્સ ધરાવતા અને ફળો, શાકભાજી તથા આખા ધાનથી ભરપૂર આહાર એથરોસ્ક્લેરોસિસનું જોખમ ઘટાડી શકે છે.
  4. ધુમ્રપાન બંધ કરવું: ધુમ્રપાન નોંધપાત્ર રીતે પીએડીનું જોખમ વધારે છે. ધુમ્રપાન બંધ કરવું એ સૌથી અસરકારક નિવારક પગલાં પૈકીનું એક છે.
  5. નિયમિત તપાસઃ સામયિક તબીબી તપાસ ડાયાબિટિસ અને તેની જટીલતાઅઓને વહેલી તકે શોધવામાં મદદ મળી શકે છે.

નિષ્કર્ષઃ

ડાયાબિટિક પેરિફેરલ આર્ટરી ડિસિઝ ડાયાબિટિસની ગંભીર જટીલતા છે, ખાસ કરીને ભારતમાં વધતા ડાયાબિટિસની મહામારીના સંદર્ભમાં સુસંગત છે. જીવનની ગુણવત્તા પર તેની અસર નોંધપાત્ર હોઇ શકે છે, જેને લીધે નિવારણ અને વહેલી જાણ અનિવાર્ય બને છે. આ સામાન્ય નજર ભારતીય વસતીમાં ડાયાબિટિક પીએડીનાં ભારણને ઘટાડવાનાં અંતિમ લક્ષ્યની સાથે ડાયાબિટિસથી પિડાતી વ્યક્તિઓમાં સક્રિય સંચાલન, જીવનશૈલીમાં ફેરફાર અને નિયમિત તપાસનાં મહત્ત્વ પર પ્રકાશ પાડે છે.48,49