મેંગો યોગર્ટ આઇસક્રીમ
સામગ્રીઃ
- 2 કપ દહીં
- 2 કેરી (પાકી), છાલ ઉતારેલી અને સમારેલી
- 1 ચપટી કેસરના તાતણાં, 2 મોટી ચમચી દૂધમાં પલાળો
- 1 ચપટી ઇલાઇચી પાવડર
- 2-3 નાની ચમચી મધ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 121 કિલો કેલેરી
પ્રોટીનઃ 3 ગ્રામ
પદ્ધતિઃ
- છાલ ઉતારો અને કેરીને સમારો તથા 3-4 કલાક સુધી ફ્રિઝ કરો.
- દરમિયાન, ઝીણી ચારણીમાં મલમલનું કપડું પાથરીને તેમાં દહીં રેડીને તેમાંથી નિતારી લો. દહીંનું પાણી એકત્રિત કરવા માટે નીચે એક બાઉલ મૂકો અને એક કલાક સુધી અથવા દહીંમાંથી વધારાનું પાણી નિતરી ન થાય ત્યાં સુધી રાખી મૂકો.
- એક બ્લેન્ડમાં દહીંનો મસકો અને ફ્રોઝન કેરીના કટકા, કેસર અને ઇલાઇચી પાવડર ઉમેરો. તેને લીસી પ્યોરીમાં બ્લેન્ડ કરો. ચાખો અને સ્વાદ અનુસાર મધ ઉમેરો.
- ફ્રિઝર-સેફ બોક્સમાં મિશ્રણને મિશ્ર કરો, બોક્સને ઢાંકણથી ઢાંકો અને 3 કલાક સુધી અથવા ઓછામાં ઓછા 3 કલાક સુધી ફ્રિઝ કરો. ફ્રિજમાંથી બહાર કાઢો અને આઇસ ક્રિસ્ટલને દૂર કરવા માટે બ્લેન્ડરમાં ફરી એક વખત બ્લેન્ડ કરો. ફરી એક વખત પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
- ત્રીજી વખત ફ્રિઝ કર્યા પછી મેંગો ફ્રિયો પિરસવા માટે તૈયાર છે.