સ્પિનાચર એન્ડ ઍગ ક્વિચે
સામગ્રીઃ
2 આખા ઇંડા
પાલક - 1 કપ
તેલ/પીગળેલું માખણ - 2 નાની ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
લાલ મરચું - 1/4 નાની ચમચી
મકાઇ 1/4 કપ
લાલ શીમલા મરચું - 1/4 કપ
પીળું શીમલા મરચું - 1/4 કપ
ડુંગળી - 1/4 કપ
પનીર - 20 ગ્રામ
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 427.5 કિલો કેલેરી
પ્રોટીનઃ 41 ગ્રામ
પદ્ધતિઃ
- પાલકને બ્લાન્ચ કરો અને તેની પ્યોરી બનાવો.
- એક બાઉલમાં 2 આખા ઈંડા ઉમેરો. તેમાં સમારેલા શાકભાજી અને પાલકની પ્યોરી ઉમેરો.
- ઇંડાને બરાબર ફેંટો.
- ઈંડા અને પાલકનાં ખીરામાં ચીઝ ઉમેરો
- મફીન મોલ્ડમાં તેલ/માખણ લગાવો.
- મફીનનાં મોલ્ડમાં ખીરું રેડો.
- 200 ડિગ્રી તાપમાન પર ઓવનમાં 15-20 મિનિટ સુધી બેક કરો.