એપલ મેંગો સાલ્સા
સામગ્રીઃ
સમારેલા સફરજનઃ 236 ગ્રામ
સમારેલી કેરીઃ 165 ગ્રામ
મકાઈઃ 164 ગ્રામ
લાલ મરચાં: 90 ગ્રામ
ડુંગળીઃ 75 ગ્રામ
જેલપીનોઃ 15 ગ્રામ
કોથમીરઃ 4 ગ્રામ
લીંબુનો રસઃ 28.7 ગ્રામ
મધઃ 14.2 ગ્રામ
મીઠું [સ્વાદ મુજબ]
પોષણ મૂલ્યઃ
ઊર્જાઃ 507 કિલો કેલરી
પ્રોટીનઃ 10.9 ગ્રામ
પદ્ધતિઃ
- મકાઈ બાફી નાંખો અને તેને બાજુ પર મૂકી દો.
- એક મોટા વાટકામાં તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.
- તેને ઢાંકી દો અને 30 મિનિટ માટે અથવા આખી રાત રેફ્રિજરેટરમાં મૂકી દો.
- પીરસતા પહેલાં તેને થોડું હલાવી લો.