Humrahi

ચોકલેટ આલ્મન્ડ એન્ડ બેરી કૅક

Chocolate Almond and Berry Cake

સામગ્રીઃ

1 મોટી ચમચી સરસવનું તેલ
50 ગ્રામ હૉલમીલ ફ્લોર
50 ગ્રામ સાદો લોટ
15 ગ્રામ મકાઈનો લોટ
1 મોટી ચમચી બેકિંગ પાઉડર
15 ગ્રામ કોકોઆ પાઉડર
4 ઇંડા, અલગ પાડેલા
1 મોટી ચમચી 0% ફેટ ધરાવતું ગ્રીક યોગર્ટ
4 મોટી ચમચી ગ્રેન્યુલેટેડ સ્વીટનર
2 મોટી ચમચી નેચુરલ આલ્મન્ડ એક્સટ્રેક્ટ

પોષણ મૂલ્યઃ

ઊર્જાઃ 111 કિલો કેલરી
પ્રોટીનઃ 7.9 ગ્રામ

પદ્ધતિઃ

  • ઓવનને 190° સે. પર ગરમ કરો અને 20 સેમીના કૅકના ટિન પર હળવું તેલ લગાવો.
  • હૉલમીલ ફ્લોર, સાદા લોટ, મકાઈના લોટ, બેકિંગ પાઉડર અને કોકોઆ પાઉડરને એક વાટકામાં ચાળણીથી ચાળી લો.
  • અન્ય એક વાટકામાં ઇંડાના પીળા ભાગ, દહીં, સ્વીટનર અને આલ્મન્ડ એક્સટ્રેક્ટને કાઢો અને સારી રીતે ફીણી લો.
  • એક અલગ વાટકામાં ઇંડાના સફેદ ભાગને જ્યાં સુધી સ્ટિફ પીકની રચના ના થાય ત્યાં સુધી ફીણી લો.
  • સૂકી સામગ્રી, ઇંડાના પીળા ભાગ અને દહીંના મિશ્રણને ધીમે-ધીમે હલાવો, ત્યારબાદ ઇંડાના સફેદ ભાગમાં તેને કાળજીપૂર્વક ભેળવી દો.
  • આ મિશ્રણને તરત જ તેલ લગાવેલા કૅક ટિન પર મૂકી દો અને તેને 20-25 મિનિટ સુધી બૅક કરો, ત્યારબાદ તેને અવનમાંથી કાઢી લો અને તેને વાયર રૅક પર ઠંડું પડવા દો.
  • આ દરમિયાન ક્વર્કમાં 1 મોટી ચમચી સ્વીટનર નાંખીને ટૉપિંગ બનાવો, જ્યાં સુધી કૅક પર ટૉપિંગ તરીકે સજાવવા માટે તે તૈયાર ન થાય ત્યાં સુધી તેને ફ્રિજમાં રાખો.
  • જ્યારે કૅક ઠંડી પડી જાય ત્યારે તેને આ ગળ્યાં ક્વર્કથી કવર કરી લો અને તેની પર તાજી સ્ટ્રોબેરી અને રાસબરી વડે સજાવો.

તમને પણ ગમશે