ડાયાબિટીસથી પીડિત લોકો માટે, આ સ્થિતિ મગજથી લઈને આંખો, હૃદય અને અન્ય તમામ શરીર અંગોને અસર કરે છે. જો કોઈને તાજેતરમાં ટાઇપ 1, ટાઇપ 2 અથવા ગર્ભાવસ્થાની ડાયાબિટીસ તરીકે નિદાન થયું હોય, તો તે જાણવું મહત્વપૂર્ણ છે કે યોગ્ય કાળજીથી આ સ્થિતિ સાથે સારી રીતે જીવન જીવવું અને ગંભીર જટિલતાઓથી બચવું શક્ય છે. આ રોગ દિવસ પ્રતિદિનની કામગીરી, સમગ્ર આરોગ્ય અને આયુષ્યને કેવી રીતે અસર કરે છે તે સમજવું મહત્વપૂર્ણ છે.
શરૂઆતમાં નિદાન અને સારવાર સૌથી અગત્યની છે।
આ માટે વહેલું નિદાન અને સારવાર ખૂબ જ જરૂરી છે.
નિદાન થયાં પછી પ્રથમ વર્ષ ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય હોય છે. બ્લડ શુગરનું તંદુરસ્ત સ્તર જાળવી રાખવું એ તો હંમેશા મહત્વપૂર્ણ છે જ, પણ નવા સંશોધને દર્શાવ્યું છે કે, પ્રથમ વર્ષ દરમિયાન જો તેના પર સારું નિયંત્રણ જાળવવામાં આવે તો ભવિષ્યમાં જટિલતાઓ પેદા થવાનું જોખમ ઘટી જાય છે, જેમાં કીડનીની બીમારી, આંખોની બીમારી, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અને પગના ભાગોમાં લોહીના ખરાબ પરિભ્રમણનો સમાવેશ થાય છે.
અનિયંત્રિત ડાયાબિટીસને કારણે જો બ્લડ શુગરનું સ્તર લાંબા સમયગાળા સુધી સતત ઊંચું રહે તો તેના કારણે ઇન્ફ્લેમેશન અને કોષીય સ્તરે ફેરફારો થાય છે, કારણ કે, શરીર ઓછું ઇન્સ્યુલિન પેદા કરતું હોય છે અને લોહીના પ્રવાહમાં રહેલા વધારાના ગ્લુકોઝ પર યોગ્ય રીતે પ્રક્રિયા હાથ ધરી શકતું નથી. તેનાથી લોહીની નળીયોની રચના કેવી રીતે થાય છે, તેનો આધાર ખોરવાઈ જાય છે, જેનાથી વર્ષો પછી લોહીના પરિભ્રમણ સંબંધિત સમસ્યાઓ પેદા થઈ શકે છે - ‘માઇક્રોવાસ્ક્યુલર’ સમસ્યાઓ જેમ કે, કિડનીની બીમારી, આંખોની બીમારી અને પગ સુધી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે ના થઈ શકવું કે પછી ‘મેક્રોવાસ્ક્યુલર’ સમસ્યાઓ જેમ કે, હૃદયરોગ અને સ્ટ્રોક.
એઆઇસીમાં નોંધપાત્ર વધારો ના થયો હોય તેવા સમયે વહેલીતકે ડાયાબિટીસ માટેની સારવાર નિર્ધારિત થઈ જવાથી સમયાંતરે ગ્લાયસેમિક મેનેજમેન્ટ સારી રીતે કરી શકાય છે અને લાંબાગાળે પેદા થઈ શકતી જટિલતાઓને ઘટાડી શકાય છે.
પ્રારંભિક નિદાન અને યોગ્ય પોષણ ડાયાબિટીસ દર્દીઓ માટે સકારાત્મક આરોગ્ય પરિણામો સુધારવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ છે, ખાસ કરીને હૃદયના આરોગ્ય માટે.
આહાર અને હાઇપરગ્લાઇસેમિયાનાં અન્ય જીવનશૈલીકારક તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનશૈલીમાં ફેરફાર શરૂ કરવો જોઈએ. વજન ઘટાડવું અને તેને જાળવવું પ્રત્યેક અસરકારક ટાઇપ 2 ડાયાબિટીસ થેરાપી માટે આધારશિલા છે, અને જીવનશૈલીમાં ફેરફાર સલ્ફોનીલયુરિયા અને ઇન્સુલિન સાથે જોડાયેલા વજન વધારાના જોખમને ઘટાડે છે।
બીમારી શરૂ થવાના સમયે ડાયાબિટીસની સારવારનો યોગ્ય પ્લાન ઘડી કાઢવાના પાસાંઓઃ પ્રત્યેક પ્લાનમાં જટિલતાઓના વહેલા નિદાન માટે વિવિધ સારવાર અને જીવનશૈલીની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
- ઘરે રાખી શકાતા મોનિટર વડે દરરોજ બ્લડ ગ્લુકોઝના સ્તરનું નિરીક્ષણ કરવું
- ઓછામાં ઓછા દર ત્રણ મહિને તમારા એઆઇસીના લેવલનું મૂલ્યાંકન કરવું
- તમારી દવાઓને સમજવી અને તેને મોં વાટે અથવા ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો મારફતે લેવી અને જો તેની કોઈ આડઅસર થાય તો તેની જાણ કરવી.
- હાઇપોગ્લાયસેમિયા (બ્લડ શુગર ઘટી જવું)ની ઘટનાઓને કેવી રીતે નિયંત્રિત કરવી તે સમજવું.
- આરોગ્યપ્રદ આહાર અને દરરોજ કસરત કરવાનો પ્રોગ્રામ
- પગની યોગ્ય રીતે કાળજી લો, જેમાં પ્રેશર પોઇન્ટ્સ, ચાંદા કે ચીરા માટે દરરોજ પગની તપાસ કરવાનો સમાવેશ થાય છે.
- તમારા પ્રાઇમરી કૅર ફીઝિશિયન પાસે તમારા આરોગ્યની નિયમિત તપાસ કરાવવી, જેમાં કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને કીડનીની કામગીરીઓના ટેસ્ટ્સનો સમાવેશ થાય છે.
- આંખોની નિયમિતપણે તપાસ કરાવવી કારણ કે ડાયાબિટીસ ધરાવતા લોકોને તેમની રેટિના અને આંખોના અન્ય મહત્વના માળખાંઓમાં સમસ્યા થવાનું જોખમ રહેલું હોય છે.
વધુને વધુ સક્રિય રહેવાના ઉપાયો.
- અઠવાડિયાના મોટાભાગના દિવસોએ વધુ સક્રિય રહેવાનું લક્ષ્ય નિર્ધારિત કરો. દિવસમાં ત્રણ વખત 10-મિનિટ ચાલીને ધીમે-ધીમે શરૂઆત કરો.
- અઠવાડિયામાં બે વખત તમારા સ્નાયુઓની મજબૂતાઈને વધારવા માટે સક્રિય રહો. સ્ટ્રેચ બેન્ડ્સનો ઉપયોગ કરો, યોગ કરો, ભારે બાગકામ કરો (ખોદવું અને ટૂલ્સ વડે વાવેતર કરવું) અથવા દંડ-બેઠક કરો.
- તમારા ભોજનના પ્લાનનો ઉપયોગ કરીને અને વધુ સક્રિય રહીને તમારા વજનને યોગ્ય સ્તરે જાળવી રાખો અથવા વજન યોગ્ય સ્તરે લઈ આવો.
તમારા ડાયાબિટીસનો સામનો કરો
- તણાવને કારણે બ્લડ શુગર વધી શકે છે. તણાવને ઘટાડવાના ઉપાયો શીખો. ઊંડા શ્વાસ લો, ગાર્ડનિંગ કરો, ચાલવા જાઓ, ધ્યાન કરો, તમારા કોઈ શોખના વિષય પર કામ કરો કે તમારું મનપસંદ સંગીત સાંભળો.
- જો તમને નિરાશા લાગી રહી હોય તો કોઈની પાસે મદદ લો.
મેન્ટલ હેલ્થ કાઉન્સેલર, સપોર્ટ ગ્રૂપ, કોઈ ધર્મગુરુ, મિત્ર કે પછી જેની સાથે તમે દિલ ખોલીને વાત કરી શકો તેવા કોઈ પરિવારજન સાથે વાત કરવાથી તમને ઘણી મદદ મળી રહેશે.
- સારો આહાર આરોગો.
- તમારી હેલ્થ કૅર ટીમની મદદથી તમારા ડાયાબિટીસના ભોજનનો પ્લાન તૈયાર કરો.
- કેલરી, સેચ્યુરેટેડ ફેટ, ટ્રાન્સ ફેટ, ખાંડ અને મીઠાની ઓછી માત્રા ધરાવતો ખોરાક ખાવાનું પસંદ કરો.
- આખું ધાન, બ્રેડ, ક્રેકર્સ, ચોખા કે પાસ્તા જેવો વધુ ફાઇબર ધરાવતો ખોરાક ખાઓ.
- ફળો, શાકભાજી, આખું ધાન, બ્રેડ અને અનાજ તથા ઓછી ચરબી ધરાવતા કે ચરબી કાઢી લીધેલા દૂધ અને ચીઝ જેવા ખોરાકને પસંદ કરો.
- ફળોના રસ અને રેગ્યુલર સોડાને બદલે પાણી પીવો.
- ભોજન કરતી વખતે તમારી અડધી થાળીને ફળો અને શાકભાજીથી ભરી દો. તેનો એક-ચતુર્થાંશ હિસ્સો ચરબી વગરના પ્રોટીનથી ભરો, જેમ કે, બીન્સ, ચીકન કે સ્કીન વગરની ટર્કી અને તેના એક-તૃત્યાંશ હિસ્સાને આખા ધાનથી ભરો, જેમ કે, બ્રાઉન રાઇસ કે આખા ઘઉંમાંથી બનાવેલા પાસ્તા વગેરે.
લાંબા સમય સુધી ગ્લાયસેમિક નિયંત્રણ રાખવા માટે દરરોજ શું કરવું જોઇએ તે જાણી લો.
- તમારી ડાયાબિટીસની દવાઓ તથા તમને જો કોઈ આરોગ્યની અન્ય કોઈ સમસ્યા હોય તો તેની દવાઓ લો, ભલે પછી તમને સારું લાગતું હોય. જો તમને તમારી દવાઓ પોસાય તેમ ના હોય કે પછી તમને તેની કોઈ આડઅસર થતી હોય તો આ અંગે તમારા ડૉક્ટરને જણાવો.
- તમારા પગમાં કોઈ કાપા, ફોલ્લા, લાલ ધબ્બા કે સોજો આવી ગયો નથી, તે દરરોજ તપાસો. જો કોઈ ચાંદા મટતાં ના હોય તો તરત જ તમારી હેલ્થ કૅર ટીમની સાથે આ અંગે વાત કરો.
- તમારા મોં. દાંત અને પેઢાને તંદુરસ્ત રાખવા માટે દરરોજ બ્રશ અને ફ્લૉસ કરો.
- ધૂમ્રપાન કરવાનું બંધ કરો. તેને છોડવા તમે મદદ લઈ શકો છો.
- તમારા બ્લડ શુગર પર નજર રાખો. તમે તેને દિવસમાં એક કે તેનાથી વધારે વખત ચેક કરી શકો છો. તમારા બ્લડ શુગરની સંખ્યાનો રેકોર્ડ રાખવા માટે આ પુસ્તિકાની પાછળ આપેલા કાર્ડનો ઉપયોગ કરો. આ અંગે તમારી હેલ્થ કૅર ટીમ સાથે ચોક્કસપણે વાત કરો.
- જો તમારા ડૉક્ટર સલાહ આપે તો તમારા બ્લડ પ્રેશરને ચકાસો અને તેનો રેકોર્ડ રાખો.